Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમે ભરૂચ જિલ્લા અધિવેશનમાં ભાગ લીધો…

જન સમૃદ્ધિ ન્યૂઝ – વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા…

ભરૂચ… તા. ૧૩-૦૭-૨૦૨૪

આજ રોજ તા. ૧૩-૦૭-૨૦૨૪ ના રોજ પત્રકાર એકતા પરિષદનું ભરૂચ જિલ્લાના પ્રમુખ અને તેમની ટીમ દ્વારા જિલ્લા અધિવેશન રાખેલ હોવાથી આ અધિવેશનમાં અમદાવાદની ટીમના ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ પટેલ, પ્રવીણભાઈ સામરીયા અને પ્રદેશ મહામંત્રી શિલ્પાબેન આહીર અને પત્રકાર દેવભાઈ ચાવલાએ હાજરી આપી હતી.

ભરૂચ જિલ્લા અધિવેશન ના કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી તેમાં પ્રદેશ અધ્યક્ષ લાભુ ભાઈ કત્રોડિયા, મહિલા પ્રમુખ સમિમબેન પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ ગીરવાનસિંહ સરવૈયા, લીગલ સેલના એ.બી. સિપાઈ અને જિલ્લાના પ્રમુખો હાજર રહ્યા હતા અને ત્યારબાદ સ્ટેજ ઉપર પધારેલ તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું..

ભરૂચ પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં અમદાવાદની ટીમનું પણ સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કરવા બદલ અમદાવાદના કાર્યકારી પ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ અને તેમની ટીમે ભરૂચ જિલ્લાના પ્રમુખ અતુલભાઈ મુલાનીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.


પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમે ભરૂચ જિલ્લા અધિવેશનમાં ભાગ લીધો…