જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ શહેરમાં ફૂટપાથો ઉપર ગેરકાયદેસર દબાણો થયેલ હોવાથી પ્રજાને આવન જાવનમાં તકલીફ પડે છે, તેની સાથે સાથે અકસ્માત થવાની પણ સંભાવના રહેતી હોવાથી આવા ફૂટપાથો ઉપરના અને પ્રજાને નડતરરૂપ હોય તેવા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા એન્ફોર્સમેન ટીમની રચના કરવામાં આવી છે, અને આ ટીમ સતત કાર્યરત હોવાનું જાણવા મળેલ છે.
મધ્ય ઝોનના માધુપુરા વિસ્તારમાં ઠાકોરવાસના નાકે, અંબાજી માતાના મંદિર પાસે, ગાયત્રી ચવાણા માર્ટ અને ભગવતી ખાખરા નામની દુકાનના માલિકો દ્વારા ફૂટપાથ ઉપર ગેરકાયદેસર દબાણ કરતા હોવાની માહિતી સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા જન સમૃદ્ધિ ન્યુઝને આપેલ છે.
જેથી જન સમૃદ્ધિ ન્યૂઝના આ અહેવાલને ફરિયાદ રૂપી ધ્યાને લઈ વોર્ડમાં ફરતી એન્ફોર્સમેન ટીમ દ્વારા તાકીદે આ ફૂટપાથ ઉપરના ગેરકાયદેસર દબાણોને કાયમી ધોરણે દૂર કરવામાં આવે તેવી લોક માંગ છે અને વધુમાં આ દુકાનોમાં અનહાઇજેનિક કન્ડિશનમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોવાની માહિતી મળેલ છે.
જેથી એસ્ટેટ અને હેલ્થ વિભાગ દ્વારા આ બંને દુકાનોના માલિકોને કાયદાનો પાઠ ભણાવી યોગ્ય કાર્યવાહી હાથ ધરાય તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
અમદાવાદ શહેરમાં ફૂટપાથો ઉપરના આવા ઠેર ઠેર ગેરકાયદેસર દબાણોની અને અનહાઈજેનિક કન્ડીશનમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોવાના એકમોની ફોટોગ્રાફી સાથેના વિસ્તૃત અહેવાલો જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ