Thu. Apr 30th, 2026
    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટો નવરાત્રીમાં ભાડે આપવા બાબતે ચૂંટાયેલી પાંખની બેવડી નીતિથી કોર્પોરેશનને થતું લાખોનું નુકશાન ?જાગૃત નાગરિકો..
    Views 205

    વિષ્ણુ પ્રજાપતિ.. અમદાવાદ…

    અમદાવાદ શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટોમાં ગરબા કરવા માટે આયોજકો દ્વારા પ્લોટો ભાડે મેળવવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરબાના પ્લોટો ભાડે આપવા માટે તેની બેઝ પ્રાઇઝ નક્કી કરતા હોય છે તેવી રીતે આ વર્ષે પણ આ ગરબાના પ્લોટોની બેઝ પ્રાઇસ લગભગ દસ લાખ બેતાલીસ હજાર જેટલી રાખવામાં આવી હતી, તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચોક્કસ નીતિ નિયમો કે પોલીસી ન હોવાને કારણે મન ફાવે તેવી રીતે નિર્ણયો લેવાઈ રહ્યા હોવાની ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બનવા પામી છે.

    નવરાત્રીમાં ગરબા કરવા માટે એલ. જી. ગ્રાઉન્ડનું ભાડું ૧૬,૧૬,૪૭૦-૦૦ ભાડું સરકાર ઇવેન્ટ એન્ડ હોસ્પિટાલિટી નામની સંસ્થા પાસેથી વસૂલવામાં આવ્યું છે અને બીજી બાજુ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ સ્કાય ઇવેન્ટ નામની સંસ્થાને ૨,૦૦,૦૦૦-૦૦ (બે લાખ) રૂપિયામાં તાકીદના કામમાં કાઉન્સિલર માનસીહ સોલંકી અને ગીરીશભાઈ પટેલના ટેકા સાથેની દરખાસ્તને મંજૂરી આપી ફૂટબોલ ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલ છે.

    કહેવાય છે કે સ્કાય ઇવેન્ટને વર્ષ ૨૦૨૪ માં ફૂટબોલ ગ્રાઉન્ડ રોજના ૩૦૦૦ રૂપિયાના ભાડાથી ભાડે આપેલ હતું અને વર્ષ ૨૦૨૫ માં આ જ પ્લોટ ને રોજના ૨૦૦૦ ટોકન ભાડેથી આપવામાં આવેલ છે તો ખરેખર વર્ષ ૨૦૨૫ માં ૩૦૦૦ કરતા વધુ રકમથી ભાડું વસૂલવાની જગ્યાએ ઓછું ભાડું વસૂલી અને બેઝ પ્રાઈઝ કરતા ઓછા ભાવે ભાડેથી આપીને કોર્પોરેશનની તિજોરીને નુકસાન કરેલ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે જેથી આવા બેજવાબદાર રાજકીય નેતાઓ વિરુદ્ધ તાકીદે કાર્યવાહી હાથ ધરવાના આદેશ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આપે તેવી અને સાથે સાથે કોર્પોરેશનને જે લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે તે નુકસાન મંજૂરી આપનાર નેતાઓના ખિસ્સામાંથી વસૂલવામાં આવે તેવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી જાગૃત પ્રજાની માંગ ઉઠવા પામી છે.

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *