Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ખાડિયા વોર્ડમાં ઘાંચીની પોળમાં સીલ મારેલ મિલકતનું સીલ તોડી બિલ્ડરો કાયદાનો ભંગ કરવા છતાં વોર્ડ ઇન્સ્પેકટરની ફરજ પરની ભૂંડી ભૂમિકા..!

તારીખ : ૨૧-૦૪-૨૦૨૩

અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના ખાડિયા-૦૧ વોર્ડમાં આવેલ ઘાંચીની પોળમાં, મકાન નંબર 82, સીટી સરવે નંબર 110/111, દેરાસરવાડા ખાંચામાં એસ્ટેટ વિભાગ દ્વારા સીલ મારેલ મિલકતને રાજકીય બિલ્ડર દ્વારા સીલ તોડી ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ ચાલુ કરતા હોવાની જનસમૃદ્ધિ ન્યુઝને ફોટોગ્રાફી સાથે ચોકાવનારી માહિતી મળેલ છે.
જેથી આ ફરિયાદને ધ્યાને લઈ મધ્ય જોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા પોતાની યોગ્ય ફરજ બજાવી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની એસઓપી ને ધ્યાને લઈ આ સીલ તોડેલ ગેરકાયદેસર મિલકતને તાકીદે દૂર કરી, કાયદાનો અમલ કરાવવા વિનંતી…

ખાડિયા વોર્ડમાં ઘાંચીની પોળમાં સીલ મારેલ મિલકતનું સીલ તોડી બિલ્ડરો કાયદાનો ભંગ કરવા છતાં વોર્ડ ઇન્સ્પેકટરની ફરજ પરની ભૂંડી ભૂમિકા..!