અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
શાહીબાગ વોર્ડમાં માધુપુરામાં અમરજસ કોમ્પલેક્ષ ની પાછળ, હઠીપુરાના ડેલામાં જાહેર રોડ ઉપર કૃષ્ણકાંત નામના ઈસમ દ્વારા મસમોટું ગોડાઉન પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ ઉભુ કરી દેવાતા, તંત્ર દ્વારા નોટિસો આપેલ છે, ત્યારબાદ આ બાધકામને સીલ કરવામાં આવેલ હતું, જે સીલ બાધકામના માલિક દ્વારા તોડીને વપરાશ ચાલુ કરાતા, તંત્ર દ્વારા વારંવાર પોલીસ બંદોબસ્ત પણ માગવામાં આવેલ છે, પરંતુ પોલીસ બંદોબસ્ત મળતો ન હોવાથી આ મસમોટા ગેરકાયદેસર બાંધકામનો વાળ પણ વાંકો થતો નથી ! તેનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર ! ભ્રષ્ટાચારના કારણે તંત્ર દ્વારા કાગળ ઉપર એવી ચિત્રામણ કરવામાં આવે છે કે ખરેખર વોર્ડ ઇસ્પેક્ટર, આસિસ્ટન્ટ ટીડીઓ અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ! પરંતુ પોલીસ બંદોબસ્ત મળતો ન હોવાથી આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરી શકાતું નથી, તેઓ માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે !
તંત્રની આ કાગળની માસ્ટર કામગીરીથી.. ઉચ્ચ અધિકારી ઓ પણ કાયદાનો અમલ કરાવવામાં પાંગડા સાબિત થઈ રહ્યા છે. માધુપુરા ખાતેના હઠીપુરાના ડેલામાં આ ગેરકાયદેસર બાંધકામ કરી, જે જાહેર રસ્તો આવન- જાવન માટે હતો, તે બંધ કરીને, તેની ઉપર ગેર કાયદેસર બાંધકામ કરાતા.. સ્થાનિક પ્રજા દ્વારા તંત્રમાં વારંવાર લેખિત મૌખિક ફરિયાદો કરવા છતાં ભ્રષ્ટ તંત્ર દ્વારા ફક્ત કાગળની જ કાર્યવાહી હાથ ધરેલ છે.
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શાહીબાગને અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને અહેવાલ પ્રસિદ્ધ થયા પછી જે ફરિયાદો કરેલ છે, તે ફરિયાદો પછી તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી, તે બાબતે મોબાઇલ ફોન કરાતા, આ બંને જવાબદાર અધિકારીઓ દ્વારા ટેલિફોન રિસીવ કરવામાં આવ્યો ન હતો. આમ આ રીતે વારંવારની લેખિત અને મૌખિક ફરિયાદો કરવા છતાં, કાયદાનો અમલ ના કરે ! તો આમાં ભ્રષ્ટાચાર નથી થયો ? તેવું કેવી રીતે માની શકાય ?
કહેવાય છે કે આ ઈસમ દ્વારા સ્થાનિક રાજકીય નેતાઓ, એસ્ટેટ વિભાગ અને પોલીસ વિભાગમાં આ ગેરકાયદેસર બાંધકામને દૂર નહીં કરવા બાબતે મસમોટો વહીવટ આપેલ હોવાથી ! આ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કાયદાનો યોગ્ય અમલ કરવામાં આવતો ન હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે !
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં ખાડિયા વોર્ડમાં ઠેર ઠેર અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો તેમજ રેસીડેન્સી ની મંજૂરી મેળવી ગેરકાયદેસર કોમર્શિયલ પ્રકારના બાંધકામો થઈ રહ્યા હોવાની ચોકાવનારી માહિતી જન સમૃદ્ધિ ન્યુઝ ને મળેલ છે.. જેમાં નાનસા જીવનની પોળ… મંકોડીના ખાચામાં… કાગડા શેરી, ઘાંચીની પોળ… પીપળાવાળી પોળ… દેવજી સરૈયાની પોળ ખાતે નિયમો વિરુદ્ધના બાંધકામો થઈ રહ્યા હોવા છતાં વોર્ડ ઇન્સ્પેક્ટર કાયદાનો યોગ્ય અમલ કરતા ન હોવાની માહિતી મળેલ છે. જેની ફોટોગ્રાફી સાથે વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…