અમદાવાદ…વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…
ઉત્તર પશ્ચિમ ઝોન, એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા તા.04/06/2025 ના રોજ બોડકદેવ વોર્ડમાં વસ્ત્રાપુર તળાવની આસપાસ રાત્રીના સમય દરમ્યાન ખાણી પીણીની લારીઓ તથા ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યાના નિવારણ માટે વસ્ત્રાપુર તળાવ થી માનસી સર્કલ સુધી દબાણ ગાડી, એન્ફોર્સમેન્ટ વાન, મજુરો તથા સ્ટાફ સાથે ટ્રાફિક પોલીસને સાથે રાખી સંયુક્ત દબાણ ડ્રાઈવ યોજવામાં આવેલ. જેમાં લારી, કાઉન્ટર, ટેબલ, ખુરશીઓ, પરચુરણ સામાન મળીને કુલ-૪૧ સામાન જપ્ત કરવામાં આવેલ છે.
વધુમાં ટ્રાફિકને અડચણરૂપ રોડ ઉપર તથા ફૂટપાથ પર પાર્ક થયેલ વ્હીકલને 65 મેમો આપી રૂ.32,500/- દંડ વસુલ લીધેલ છે.
પણ જોવા જેવી હકીકત એ પણ સામે આવી છે કે અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં પણ રાત્રીના સમય દરમ્યાન ઠેર ઠેર જાહેર રોડ ઉપર ટેબલ ખુરશીઓ પાથરીને કોઈ પણ જાતના ભય વિના ગે.કા. દબાણ જોઈ શકાય છે. તેમ છતાં મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા રાત્રિ સમય દરમ્યાન થતા દબાણો કયા કારણ થી દુર કરતા નથી ! તે તપાસનો વિષય હોવાની ચર્ચા ચાલી રહી છે ! ત્યારે મ્યું. કમિશ્નર રાત્રી સમય દરમ્યાન થતા દબાણોને કાયમી ધોરણે દૂર કરવાના આદેશ આપે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
મધ્ય ઝોનમાં રાત્રી દબાણ થઈ રહ્યા અંગેની ફોટોગ્રાફી સાથે વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…