Fri. Apr 17th, 2026
    અમદાવાદ શહેરમાં અનહાઇજેનિક કન્ડિશનમાં ધમધમતા એકમો સામે લાલ આંખ કરતું અમ.મ્યુ.કોર્પો.નું ફૂડ વિભાગ..
    Views 270

    અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    અમદાવાદ શહેરમાં ઠેર ઠેર બિલાડીના ટોપની માફક જાહેર રોડ ઉપર અને મોટાભાગની દુકાનોમાં આઈસ્ક્રીમ લસ્સી, કેરીનો રસ, શેરડીનો રસ, પાણીપુરી, સિકંજી, શરબત, બરફના ગોળા, પેકેજ ડ્રીન્કિંગ વોટર, ઠંડાપીણા, મીઠાઈ, નમકીન, દૂધ, દૂધની બનાવટો, બેકરી પ્રોડક્ટસ, ખાદ્ય તેલ, તૈયાર ખોરાક, ભાજીપાવ અને મંચુરિયમ જેવા ખાદ્ય પદાર્થો જ્યાં બનાવવામાં આવે છે ત્યાં જાળવણી અને સ્વચ્છતા હોતી નથી. ખાદ્ય પદાર્થોની જગ્યાએ સફાઈ હોતી નથી. વ્યક્તિગત સ્વચ્છતા જોવા મળતી નથી. જરૂર હોય ત્યાં યોગ્ય એપ્રોન, ગ્લોઝ, શૂઝ હોતા નથી. આમ અનેક ગેરરીતીઓ હોવાને કારણે જાહેર આરોગ્ય જોખમાતું હોવાથી,

    અમદાવાદ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શાહપુર વિસ્તારમાં રાત્રિના સમય દરમિયાન ૨૩ એકમોની તપાસ હાથ ધરી, પ દુકાન દારોને નોટિસ આપી, આશરે ૬૫ કિલો અને ૨૬ લીટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ નાશ કરેલ છે અને ૨૦,૦૦૦ રૂપિયા વહીવટી ચાર્જ વસૂલ કરી, પ એકમને સીલ માર્યા હતા.

    જે પાંચ એકમને સીલ માર્યા તેમાં લકી બેકરી, કુદરત તવા ફ્રાય સેન્ટર, કેજીએન તવા ફ્રાય સેન્ટર, મહેન્દ્ર કોલ્ડ્રીંક પાર્લર અને મસ્તાના આમલેટને સીલ કરવામાં આવેલ હતા.

    આમ ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ બીજા અન્ય વિસ્તારોમાં રાત્રિ સમય દરમિયાન ચેકિંગની કામગીરી હાથ ધરી અનહાઇજેનિક કન્ડિશનમાં કાર્યરત એકમોને સીલ મારવા અંગેની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    100 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *