Fri. Apr 17th, 2026
    એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.
    Views 237

    અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    અમદાવાદ શહેરમાં તા.૧૫/૦૪/૨૦૨૫ ના રોજ રાત્રીના પાલડી મેટ્રો સ્ટેશનની સામે નવકાર બંગ્લોઝ મ.ન. ૫ માથી રોકડા રૂપીયા તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી થયેલ જે બાબતે એલીબ્રીજ પોલીસ સ્ટેશન પાર્ટ-એ- ગુરનં. ૧૧૧૯૧૦૧૪૨૫૦૦૪૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫ (એ) મુજબના ગુનો દાખલ થયેલ જેમાં ફરીયાદીના ઘરે ઘરઘાટીનુ કામ કરતા લોકેશ સ/ઓ રમેશભાઈ મનુભાઈ નનોમાની ભુમિકા શંકાસ્પદ જણાતા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આજરોજ તા.૦૧/૦૫/૨૦૨૫ ના કલાક ૧૬/૩૦ વાગે અમદાવાદ પાલડી કચ્છી ભવન ચાર રસ્તા પાસે જાહેરમાંથી આરોપી લોકેશ સ/ઓ રમેશભાઇ મનુભાઇ નનોમા ઉ.વ.૨૫ રહે.મ.નં.૮૦ માણેકબાગ સોસાયટી, આંબાવાડી અમદાવાદ શહેર મુળ વતન ગામ.ખેમપુરીયા, સરકારી સ્કુલની બાજુમા, તા.આસપુર જી.ડુંગરપુર, રાજસ્થાનાને પકડી તેની ઝડતી તપાસ કરતા તેની પાસેથી પ૦૦ દરની ૧૨૦ નોટ મળી કુલ્લે રૂ.૬૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન તથા મોટર સાયકલ મળી કુલ્લે રૂપીયા ૧,૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ તેની પુછપરછ દરમ્યાન તેણે કબુલાત કરેલ કે પોતે જે ઘરમાં ઘરકાટી તરીકે કરતો તે મ.નં.૫ નવકાર બંગ્લોઝના માલિક તથા તેમના પરિવારના સભ્યો રાજસ્થાન કુંભલગઢ તા.૧૫/૦૪/૨૦૨૫ ના રોજ ફરવા ગયેલ ત્યારે પોતાના વતના બીજા અન્ય માણસો બોલાવી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ અને પોતાની પાસેથી મળી આવેલ રોકડા રૂપીયા તે ચોરી પૈકી ભાગે આવેલ હોવાની કબુલાત કરેલ છે. અને તેની સાથે અન્ય માણસોને રાજસ્થાન મોકલી આપી પોતે ઘરઘાટી તરીકે કામ ચાલુ રાખેલ જેથી પોતાની ઉપર કોઈ શંકા ન થાય. જેથી તેની વિરુધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એલીજબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ કરેલ છે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *