Thu. Apr 16th, 2026
    કાલુપુર રેલ્વે પોલીસ સ્ટેશન તથા કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપીને શોધી કાઢતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.
    Views 234

    અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા. તા. ૨-૫-૨૫

    કાલુપુર રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટ-એ- ગુરનં. ૧૧૯૯૪૦૦૧૨૪૦૨૯૨ /૨૦૨૪ ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ મુજબ તથા કાલુપુર પોલીસ સ્ટેશન પાર્ટ-એ- ગુરનં. ૧૧૧૯૧૦૨૬૨૪૦૦૬૩/૨૦૨૪ ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુના દાખલ થયેલ જે બન્ને ગુનામા એક આરોપી વોન્ટેડ હોય જેથી ખાનગી બાતમીદારો મારફતે તા.૦૧/૦૫/૨૦૨૫ ના કલાક ૧૪/૦૦ વાગે અમદાવાદ મીરા ચાર રસ્તા સ્લમ કવાર્ટસ પાસે જાહેરમાંથી આરોપી એહમદ ઉર્ફે કાલીયો સ/ઓ જમીર અમીર જાતે શેખ ઉ.વ.૪૯ ધંધો-મજુરી રહે.ચારતોલા કબ્રસ્તાનની અંદર ગોમતીપુર તથા અલ્લાનગર, અંસારી મદરસાની પાસે દાણીલીમડા અમદાવાદ શહેરને પકડી તેની પુછપરછ કરતા પોતે તથા પોતાનો મિત્ર જાવેદ ઉર્ફે બટકા બન્ને ભેગા થઈ મે/ ૨૦૨૪ માસમાં એક પેસેન્જરને જાવેદ ઉર્ફે બટકાની રિક્ષામાં બેસાડી કાલુપુર રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નંબર- ૧ ઉપર ઉતારી દિધેલ જે પેસેન્જરની બેગમાથી સોના દાગીના ચોરી કરેલ હતી. જે ગુનામાં જાદેવ ઉર્ફે બટકો પકડાઈ ગયેલ છે. તેમજ કાલુપુર પોલીસ સ્ટેશન પણ પોતાની વિરુધ્ધમાં ચોરીનો ગુનો દાખલ થયેલ છે તે કેસમાં પોતે પકડાયેલ નથી. અને ચોરી કરેલ મુદ્દમાલમાંથી પકડાયેલ જાવેદ બટકાને રુ-૨૦,૦૦૦/- આપેલ અને આશરે ૨૧ તોલા સોનાના દાગીના પોતે હિતેશભાઇ ઉર્ફે હિતેન્દ્ર જવાહર સોની રહે-રખીયાલ રોડ પરમાનંદ પટેલની ચાલી હાર્દિક જેવેલર્સને આપેલ જેના રૂપીયા ૬,૫૦,૦૦૦/- આપેલ જે લઈ પોતે બિહાર લૂડકી સાબીર પિયા કલીયર સરીફ દરગાહ જતો રહેલ રહેલ હોવાની કબુલાત કરેલ છે. જેથી તેની વિરુધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી કાલુપુર રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ કરેલ છે.

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *