Thu. Apr 16th, 2026
    અનઅધિકૃત બાધકામને નિયમિત કરવાની તક ચુકી ન જાય તે માટે એ.એમ.સી. દ્વારા ગૃડા લોકદરબારનું આયોજન કરાયું…
    Views 249

    અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં રાજય સરકારશ્રીના GRUDA-2022 અન્વયે અ.મ્યુ.કો.ની તમામ ઝોનલ કચેરીનાં એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની કામગીરી હાલમાં ચાલુ છે. સદર કાયદાની જોગવાઇ મુજબ અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની કામગીરીની મુદત તા.૧૬.૦૬.૨૦૨૫ ના રોજ પૂર્ણ થાય છે. જેથી અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા અરજી કરેલ અરજદારોના અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની તક ચુકી ન જાય, તેમજ બાકી રહેલા બાંધકામ અંગે અરજદારો અરજી કરી શકે, તે ધ્યાને લઈ અ.મ્યુ.કો.ની ઝોનલ કચેરી ખાતે ગૃડા લોકદરબારનું આયોજન કરવામાં આવેલ છે.

    સદર આયોજનના ભાગરૂપે આજ રોજ અ.મ્યુ.કો.ની એસ્ટેટ અને નગર વિકાસ ખાતાની દક્ષિણ પશ્ચિમ ઝોન, પશ્ચિમઝોન, ઉત્તર ઝોન, પુર્વ ઝોન તથા દક્ષિણ ઝોનની કચેરી ખાતે ગૃડા લોકદરબારનું આયોજન કરવામાં આવેલ, સદર લોકદરબારમાં કુલ ૨૧૪ થી વધારે નાગરિકો દ્વારા મુલાકાત લેવામાં આવેલ, લોકદરબાર દરમિયાન કુલ ૧૫૩ થી વધુ અરજદારોને કાયદા અન્વયેની સમજણ આપી, ખુટતા પુરાવા રજુ કરવા જાણ કરવામાં આવેલ. લોકદરબાર દરમિયાન ૬૬ જેટલા અરજદારની અરજીઓ પ્રોસેસ કરી જરૂરી નાંણા જમા કરાવવા ચલણ આપવામાં આવેલ તથા કુલ જેટલા ૨૭ કેસોમાં જે તે અરજદારો દ્વારા જરૂરી ફી જમા કરાવેલ હોવાથી તેઓને નિયમિતતાનું પ્રમાણપત્ર ઇશ્યુ કરવામાં આવેલ, આમ લોકદરબાર દરમિયાન કુલ ૯૩ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે. તથા રૂા. ૯૦,૫૮,૨૬૨/- (અંકે રૂપીયા નેવું લાખ અઠ્ઠાવન હજાર બસો બાસઠ પૂરા) ઇમ્પેક્ટ ફી પેટે વસુલ લેવામાં આવેલ છે.

    આમ, લોકદરબારની ઝુંબેશ અનુસંધાને જુદા જુદા ઝોનમાં કરવામાં આવેલ લોકદરબાર દરમિયાન કુલ ૧૫૬૩ થી વધારે નાગરિકોને કાયદાની સમજણ આપી, ૪૧૧ અરજીઓમાં પ્રોસેસ કરી જરૂરી નાંણા જમા કરાવવા ચલન આપવામાં આવેલ તથા કુલ ૨૦૨ જેટલા કેસોમાં જરૂરી ઇમ્પેક્ટ ફી પેટે નાણાં જમા કરાવેલ હોવાથી નિયમિતતાનું પ્રમાણપત્ર ઇશ્યુ કરવામાં આવેલ. આમ લોકદરબાર દરમિયાન કુલ ૬૧૩ કેસોનો નિકાલ કરી રૂા.૭,૪૨,૫૪,૮૨૧ /- ( અંકે રૂપીયા સાત કરોડ બેતાલીસ લાખ ચોપ્પન હજાર આઠસો એકવીસ પૂરા) ઇમ્પેક્ટ ફી પેટે વસુલ લેવામાં આવેલ છે.

    આમ, આગામી દિવસોમાં અ.મ્યુ.કો.ની એસ્ટેટ અને નગર વિકાસ ખાતાની તમામ ગૃડા ઝોનલ કચેરીઓમાં લોકદરબારનું આયોજન હાથ ધરી અરજીઓના નિકાલની કામગીરી ઝુંબેશરૂપે ચાલુ રાખવામાં આવનાર છે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *