Thu. Apr 16th, 2026
    લાખાજી કુંવરજી હોલમાં પબ્લિક ટોઇલેટ અને સફાઈ દરરોજ કરીએ છીએ : જય વાલ્મીકિ મંડળી…
    Views 265

    અમદાવાદ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    અમદાવાદ મહાનગર પાલિકાના શાહીબાગ વોર્ડમાં આવેલ લાખાજી કુંવરજી હોલ, બારડોલ પૂરા ખાતે આવેલ છે જેમાં નિયમિત સફાઈ થતી ન હોવાની જન સમૃદ્ધિ ન્યૂઝ ને માહિતી મળતા જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા તા. ૦૧-૦૫-૨૫ ના રોજ સ્થળ રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે જે આપ નિહાળી રહ્યા છો..

    લાખાજી કુંવરજી હોલમાં મધ્યમ પ્રજા પોતાના સંતાનોના લગ્ન પ્રસંગમાં ઓછા ખર્ચે સારી સુવિધા વાળો હોલ મળી રહે, તેવા આશયથી હોલ બુક કરાવે છે, તેથી આ હૉલની જાળવણી માટે કોર્પોરેશન દ્વારા મરામત અને સફાઈ પાછળ મહિને લાખો અને વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલીભગતથી હોલમાં મરામતની અને સફાઈની યોગ્ય કામગીરી થતી ન હોવાનો પર્દાફાશ જન સમૃદ્ધિ ન્યૂઝના કેમેરામાં કેદ થયેલ છે.

    લાખાજી કુંવરજી હોલના વરરાજાના રૂમમાં આવેલ ટોઇલેટ લેડીજ અને જેન્ટ્સ ટોઇલેટ, બાથરૂમમાં એટલી ગંદકી છે કે ના પૂછો ની વાત ! જે આપ ફોટોગ્રાફીમાં નિહાળી શકો છો.

    જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા જય વાલ્મીકિ મંડળી સાથે ટેલિફોનીક વાત કરતા તેઓ એ જણાવેલ કે અમે દરરોજ સફાઈ કરીને સાહેબને ફોટોગ્રાફ મોકલી આપીએ છીએ, જાણવા જેવી હકીકત એવી છે કે જો આ બાથરૂમની રોજ સફાઈ થતી હોય તો આ હાલત હોય…?

    હવે આ ઉપરથી એ જોવાનું રહ્યું કે કોન્ટ્રાકટર સાચા કે જવાબદાર અધિકારીઓ..! કે જે રોજ ફોટા ચેક કરીને દોઢ કે બે મહિને આ કોન્ટ્રાક્ટરનું આશરે સવા લાખ રૂપિયાનું બિલ કામગીરીની ખરાઈ કરીને પી.એચ.એસ. સર્ટિફિકેટ આપી, ઉચ અધિકારીઓ બિલ પાસ કરી રહ્યા છે. આ બિલ મંજૂર કરાવવાની કામગીરી પણ શંકા ઉપજાવે તેવી હકીકત સામે આવી છે.

    બીજું એ પણ જાણવા મળેલ છે કે આ લાખાજી કુંવરજી હોલના રીનોવેશન માટે ટેન્ડર બહાર પાડી તેને મંજૂર કરવામાં આવેલ છે અને આ મંજૂર કરેલ ટેન્ડરને લગભગ ચાર થી પાંચ મહિના થવા છતાં રીપેરીંગની કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાનું જાણવા મળેલ છે…

    હવે એ જોવાનું રહ્યું કે આ હોલમાં કાર્યરત મંડળી અને કોન્ટ્રાક્ટર ક્યારે અને કેવા પ્રકારની પ્રજા માટે સુવિધા ઊભી કરે છે તે જોવાનું રહ્યું…

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    100 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *