વિષ્ણુ પ્રજાપતિ તંત્રીશ્રી. (અમદાવાદ)
પત્રકાર એકતા પરિષદ અમદાવાદ
શહેર/જિલ્લા ઉપપ્રમુખશ્રી..
તારીખ : ૨૯-૧૦-૨૦૨૫
દરીયાપુર વોર્ડમાં કેપિટલ બજેટના કામોમાં ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાની જન સમૃદ્ધિ ન્યુઝને માહિતી મળતા જન સમૃદ્ધિ ન્યુઝના તંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા તારીખ ૧૯-૪-૨૫ના રોજ દરિયાપુર વોર્ડના આસિસ્ટન્ટ ઇજનેરને આરટીઆઇની અરજી કરેલ હતી જેના જવાબમાં દરિયાપુર વોર્ડના તમામ આસિસ્ટન્ટ ઇજનેરો દ્વારા જવાબ આપવામાં આવેલ કે માહિતી વિસ્તૃત પ્રમાણમાં હોવાથી ઓફિસે રૂબરૂ આવી ચકાસણી કરીને નકલ ચાર્જ ભરી મેળવી લેવા જણાવેલ હતું.
ત્યાર પછી અમો અરજદાર ફાઇલ નિરીક્ષણ માટે દરિયાપુર વોર્ડ ઓફિસે ગયેલ હતા પરંતુ ત્યાં હાજર અધિકારી ગાંધી સાહેબ દ્વારા જણાવેલ કે રવિભાઈ આપશ્રી ને એટલે કે અમો અરજદારને ફોન કરશે, ત્યાર પછી ફાઈલ નિરીક્ષણ માટે આવવા જણાવેલ હતું. પરંતુ ઘણો સમય પસાર થવા છતાં કોઈ ફોન ના આવતા અમોએ તારીખ ૨૮-૫-૨૫ ના રોજ આસિસ્ટન્ટ સીટી ઇજનેર રવી વાવડિયા દરિયાપુર વોર્ડને પ્રથમ અપીલ કરેલ હતી.
આરટીઆઈ ના નિયમ મુજબ ૩૦ દિવસમાં માહિતીનો યોગ્ય જવાબ આપવાની કાયદાકીય જોગવાઈ છે, અમો અરજદારે આરટીઆઇની અરજી ૧૯-૪-૨૫ ના રોજ કરેલ હતી અને આ અરજીનો જવાબ દરીયાપુર વોર્ડના આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર રવી વાવડીયા દ્વારા ફરીથી તારીખ ૨-૭-૨૫ ના રોજ ૩૨ પેજના ૬૪/- રૂપિયા ભરી પહોંચ રજૂ કરે થી માહિતી આપવામાં આવશે તેવું જણાવેલ.
જ્યારે આગળના આપેલ જવાબમાં જણાવેલ કે માહિતી વિસ્તૃત પ્રમાણમાં હોવાથી ફાઈલ નિરીક્ષણ કરી જવું. હવે આ ૩૨ પેજને દરિયાપુર વોર્ડના ભ્રષ્ટ જવાબદાર અધિકારીઓ વિસ્તૃત માહિતી જણાવી રહ્યા હતા.
આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર રવી વાવડીયાના આ જવાબ સામે અમોએ ઇનવર્ડ નંબર ૧૨૫ તારીખ ૧૪-૭-૨૫ ના રોજ આ માંગેલ તમામ નકલો નિયમ મુજબ વિના મૂલ્ય મળવાપાત્ર હોવા બાબતે ફરિયાદ કરેલ હતી તેમ છતાં માંગેલ નકલો ના મળતા અમોએ ઇન.નંબર ૧૮૩ તારીખ ૧૮-૯-૨૫ ના રોજ ૬૪/- રૂપિયા ભરેલ પહોંચ ની નકલ જમાં કરાવી, માંગેલ નકલો મોકલી આપવા વિનંતી કરેલ, તેમ છતાં આજ દિન સુધી દરિયાપુર વોર્ડના આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર રવિ વાવડીયા દ્વારા નકલો મોકલી આપેલ નથી.
દરીયાપુર વોર્ડના આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર રવિ વાવડીયાની આ કાર્યપ્રણાલી ઉપરથી કહેવાય કે વોર્ડમાં ચાલતી ગેરરીતી, ભ્રષ્ટાચાર અને માનીતા કોન્ટ્રાક્ટરોની સાથેની મીલી ભગતનો પડદાફાશ ના થાય ! તેવા આશયે આ જવાબદાર અધિકારી કાયદાનો અમલ કરતા નથી ? તેવા અનેક સવાલો જાગૃત નાગરિકો કરી રહ્યા છે…
ત્યારે મધ્યઝોનનું સંચાલન કરતાં ઉચ્ચ અધિકારીઓ એવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, દરિયાપુર વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, એડિશનલ સીટી ઇજનેર અને દરિયાપુર વોર્ડના ડેપ્યુટી સીટી ઇજનેર આ અહેવાલને આધારે દરિયાપુર વોર્ડના આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર રવિ વાવડીયા વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે તે અંગેનો અહેવાલ આગામી દિવસોમાં જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ….
