જન સમૃદ્ધિ ન્યૂઝ…તા. ૧૭-૧૧-૨૦૨૫
શ્રી કરોલી શંકર મહાદેવ ધામ, કાનપુર દ્વારા મિશ્રીમઠ હરિદ્વારમાં 4 થી 8 નવેમ્બર સુધી પૂર્ણિમા મહોત્સવ તથા દેવભૂમિ રજત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી, મહાનિર્વાણી અખાડાના સચિવ તેમજ તમામ 13 અખાડાના પ્રતિનિધિગણની ઉપસ્થિતિએ મહોત્સવની શોભા વધારી.
પૂર્ણ ગુરુ શ્રી કરોલી શંકર મહાદેવે ૨ લાખથી વધુ સાધકો તૈયાર કરીને માનવસેવાનો ઉત્તમ માર્ગ પ્રસ્થાપિત કર્યો છે. સમાજ કલ્યાણના તેમના કાર્યક્રમોને સર્વત્ર પ્રશંસા મળી અને તમામ મહાનુભાવોએ તેમની સેવાભાવને વધાવી.
આ કાર્યક્રમ માં હજારો સાધકો એ એક સાથે ધ્યાન સાધના કરી. સંસાર માં રહીને પણ ધ્યાન સાધના કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સનાતન સંસ્કૃતિ સાધના થી સંયમિત સંસાર બનાવી શકે, સુખ-સમૃદ્ધિ ની આ સંભાવનાઓને પૂર્ણ ગુરુ શ્રી કરોલી શંકર મહાદેવે સમજાવી.
