Mon. May 4th, 2026
    દક્ષિણ પશ્ચિમ – ૧ ના ડે. સીટી ઇજનેર આરટીઆઈ ના કાયદાથી અજ્ઞાન ? કે પછી અજ્ઞાનતાનો ડોળ ? તપાસ જરૂરી….
    Views 231

    વિષ્ણુ પ્રજાપતિ.. તંત્રીશ્રી.. અમદાવાદ….

    જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા વેજલપુરના ધારાસભ્યની મંજૂર થયેલ ગ્રાન્ટમાંથી જે જે વિકાસના કામો પૂર્ણ થયા હોય અને હાલમાં કાર્યરત હોય તેવા તમામ કામોની છેલ્લા બે વર્ષની માહિતી માગતી અરજી દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી સીટી ઇજનેર-૧ ને કરેલ હતી.

    આ માસ્ટરમાઈન્ડ અધિકારીએ અરજી તબદીલ કરેલ પત્રની જાણ અરજદારને કરેલ ન હતી અને બારોબાર વાસણા વોર્ડના આસિસ્ટન્ટ ઇજનેરને તબદિલ કરતા.. આ માહિતી વાસણા વોર્ડના આસિસ્ટન્ટ ઇજનેરે ડેપ્યુટી ડાયરેક્ટર પ્લાનિંગ વિભાગ પશ્ચિમ ઝોનને તબદિલ કરી માહિતી આપવા જણાવેલ.. ડે. ડાયરેક્ટરના આ વિભાગને આ માહિતી સાથે કોઈ લેવાદેવા ન હતું તેમ છતાં અરજી તબદીલ કરી અજ્ઞાનતા દર્શાવેલ હોવાનું જણાઈ આવેલ છે..

    વાસણા વોર્ડના આસિસ્ટન્ટ ઇજનેરના તબિલ કરેલ પત્ર પછી 30 દિવસમાં માહિતી ન મળતા અમો અરજદારે ડેપ્યુટી ડાયરેક્ટર પ્લાનિંગ પશ્ચિમ ઝોનને પ્રથમ અપીલ કરેલ જે અપીલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાનિંગ શાખામાં તબદીલ કરી હોવાથી પ્લાનિંગ શાખા ના ડેપ્યુટી એચઓડી દ્વારા પ્રથમ અપીલ સુનાવણી હાથ ધરેલ હતી જેમાં વર્ષ 23 24 માં મંજૂર થયેલ કામનું વર્ણન, પ્રાથમિક મંજૂરીની તારીખ, રકમ, કામ પૂર્ણ થયા તારીખ તથા ખર્ચની રકમની માહિતી આપેલ હતી.

    અમો અરજદારે જે નકલો માંગેલ છે તે નકલો ડેપ્યુટી સિટી એન્જિનિયર પાસેથી મેળવી શકાશે તેવું જણાવેલ હતું જેથી અમોએ જોધપુર, મકતમપુરા, સરખેજ અને વેજલપુર વોર્ડના ડેપ્યુટી સીટી એન્જિનિયર ને નકલો આપવા બાબતે હુકમના આધારે ફરિયાદ કરેલ હતી.

    આ ફરિયાદના આધારે જોધપુર વોર્ડના આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર દ્વારા તારીખ ૧૬-૧૦-૨૫ ના રોજ મુદ્દા નંબર ૧ થી ૪ નો જવાબ આપેલ છે. તેમાં દરેક મુદ્દામાં જણાવેલ છે કે પ્રતિ નકલના ૨-૦૦ રૂપિયા જમા કરાવેથી માહિતી આપવામાં આવશે, પરંતુ કુલ કેટલી નકલો છે તેની સંખ્યા જણાવેલ નથી કે કુલ કેટલી રકમ ભરવાની થાય છે તે પણ જણાવેલ નથી.

    આમ અમદાવાદ મહાનગરપાલિકાના દક્ષિણ પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગના જવાબદાર અધિકારીઓને આરટીઆઇના કાયદાનું જરાય જ્ઞાન ન હોવાનું તેઓની કાર્યપ્રણાલી ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે અને જો જ્ઞાન છે તો પછી તેઓ દ્વારા આચરેલ ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડી જાય તેવા ભયથી માહિતી નહીં આપવાનો બદઇરાદો જણાઈ આવે છે જેથી અમદાવાદ મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર.ટી.આઈ દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગના જવાબદાર જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીને કાયદાના પાઠ ભણાવી, ફરજ પ્રત્યે યોગ્ય જવાબદારી નિભાવે તે માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *