Thu. Apr 16th, 2026
    આગામી 2 એપ્રિલે 33 જિલ્લા કલેક્ટરોને પત્રકાર એકતા પરિષદ દ્વારા અપાશે આવેદન સ્વરૂપે આક્રોશ પત્ર : પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા …!!
    Views 177

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    શું પત્રકારો ને સાર્વજનિક સ્વરૂપે તોડબાજ કહેવાનો મંત્રીઓને કોઈ પરવાનો મળી જાય છે..??

    ગુજરાત ના વરઘોડા મંત્રી પત્રકારો સામે કાયદો વાપર્યો પણ દબાણકારો, ભ્રષ્ટ અધિકારીઓ સામે કેમ નહીં..??

    શું સત્તામાં બેઠેલી ફાટેલી નોટ માત્ર પત્રકારોને તોડબાજ સમજે છે..?? તો પોલીસ નું હપ્તારાજ ક્યાં સુધીનું છે…???

    કોઇપણ વાક્યોની સહનશક્તિની પણ મર્યાદાઓ હોય છે, તમને કોઈ પ્રજાજનો ભૂલ કરી સત્તાની ખુરશી આપી દે ત્યારે તમે કેટલા પ્રમાણિક..?? આ જાણવાનો અધિકાર સૌને છે, આર. ટી. આઈ. કરનારા વિરુદ્ધ તોડબાઝીના કેસ કરી, તમામ પત્રકારો કે તમામ આર.ટી. આઈ કરનારાને તોડબાજ કહેનારા મંત્રી કેટલા પ્રમાણિક..?? શું પોલીસ તંત્રમાં ચાલતું હપ્તા રાજ ગૃહમંત્રી સુધી કાર્યરત નથી..? શું અધિકારીઓની ખાસ જિલ્લામાં નિમણૂકોના ભાવ નથી..? પ્રજાને પણ આ સવાલો કરવાનો અધિકાર છે, તો પત્રકારો ને કેમ નહીં.?

    પ્રદેશ અધ્યક્ષ જણાવે છે કે તમારા શાસનમાં ઓન રેકર્ડ ભ્રષ્ટાચાર ચાલે છે, કહો એટલા પુરાવા આપું.. વરઘોડા કાઢશો..? મારી ઘણી તપાસોમાં પોલીસ કેસ અને વ્યાજ સાથે રિકવરીના ઓર્ડર થયા છે, ૨૦૧૦ ના ઓર્ડરો ધૂળ ખાય છે, તેનો અમલ કરાવી વરઘોડા કાઢશો..?? ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો ક્યારેય કોઈએ પ્રયાસ કર્યો નથી આવો ખુલ્લો આક્ષેપ કરું છું. ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની સરકારને ઈચ્છા શક્તિ હોય તો કાયદા ઘડવા તમને વિધાનસભામાં બેસાડ્યા છે, કેબિનેટ દર અઠવાડિયે મળે છે સિટીઝન ચાર્ટ લાગુ કેમ નથી કરતા..? કોઇપણ કામના નિકાલની અવધિ નક્કી હોય, તો કોઈ પાસે ઝાડ ઉપરથી પૈસા પડતા નથી, કે લાંચ આપવાનો શોખ થાય..!!

    સડી ગયેલું ભ્રષ્ટ તંત્ર આપને ભેટ મળ્યું છે, એવો આક્ષેપ પણ નહીં કરી શકો, કારણ ગુજરાતમાં ૩૦ વર્ષથી આપની સત્તા છે, તમે ભરતી કરેલા, તમારા ગોઠવેલા વહીવટી તંત્રમાં ભરપૂર ભ્રષ્ટાચાર ચાલતો હોય તો નિષ્ફળતા તમારી છે, પોતાની નિષ્ફળતા ઢાંકવા યેનકેન પ્રકારે પત્રકારોને ટાર્ગેટ કરવા, ખોટી ફરિયાદો દાખલ કરાવી, પત્રકારોને તોડબાજ સાર્વજનિક સ્વરૂપે ગણવા એ નિષ્ફળતાના કારણે સવાર થયેલું ગાંડપણ છે, કારણ તંત્ર શાસકોને ઉલટા ચશ્મા પહેરાવવા માટે સક્ષમ છે, એનો પડકાર બની શકે એવી સક્ષમ શાસન વ્યવસ્થા નથી..!!

    સુરતમાં જેટલા આર. ટી. આઈ. વાળાને પકડી તોડબાજ પત્રકારો ગણ્યા એટલી આર.ટી. આઈ. જેના વિરુદ્ધ હતી ત્યાં ગેરકાયદેસર બાંધકામ છે કે નહીં ? એની તપાસ કેમ નહીં..? એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કેમ નહીં..? જે અધિકારીઓ રજા ચિટ્ઠી આપે છે, વળી ગેરકાયદેસર બાંધકામ તોડવા નોટીસો પણ આપે છે, તે ગેરકાયદેસર બાંધકામનો પુરાવો આપે છે, ભ્રષ્ટ તંત્રનો પુરાવો આપે છે, તેમ છતાં નથી ગેરકાયદેસર બાંધકામ કરનાર વિરુદ્ધ કોઈ પગલા ભરવાની ત્રેવડ ? નથી ભ્રષ્ટ બાબુઓ ઉપર કોઈ પગલા લેવાની ત્રેવડ ? માત્ર ત્રેવડ છે તો પત્રકારોને બદનામ કરતા નિવેદનો કરવાની..!!

    આ પત્રકારો હતા જેમણે શેરી ગલીમાં ટપોરીની જેમ રખડતા કાર્યકર્તાને પણ નેતા બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે, આપના દરેક સંદેશા લોકો સુધી લઈ જવાનું કામ પણ પત્રકારો કરે છે, એનો અર્થ “જે થાળી માં ખાધું.. એજ થાળીમાં થૂંકવા” ની.. સત્તાના નશામાં આદત પડી ગઈ છે..? ગોપાલ ઇટાલિયા ના કોઈ આક્ષેપોનો જવાબ આપવાની ત્રેવડ ન હોય, એની દાઝ પત્રકારોને બદનામ કરવામાં કેમ..?? દરેક જિલ્લાના કલેક્ટરોને આવેદન સ્વરૂપે આક્રોશ પત્ર રજૂ થશે, મુખ્યમંત્રીને વિનંતી કરી છે, આ પત્રકારોને સાર્વજનિક રૂપે તોડબાજ કહેતા નેતાને કહો ભાષાની મર્યાદા રાખે, પત્રકારો બધાજ તોડબાજ નથી, છતાં તોડબાજ ચીતરવાનો પ્રયાસ સાંખી લેવાય પણ નહીં.. બેબાક બોલતા મંત્રીને કહો સાનમાં સમજે..!!!

    ગુજરાતના મુખ્ય મંત્રી ક્યારેય કોઈનું અપમાન કરતા નથી, બીજાની ભૂલની માફી એમણે માંગી હોવાના અનેક દાખલા છે, ત્યારે ભ્રષ્ટાચાર ના સર્વોપરી ગાદી ઉપર બિરાજતા મંત્રી પત્રકારોને સાર્વજનિક રીતે તોડબાજ કહી અપમાનિત ના કરે, બાકી ગૃહ ખાતામાં શું ચાલે છે, આ બધીજ બાબતોથી પત્રકારો અજાણ નથી. પત્રકાર અને તંત્ર એક બીજાના સહયોગી છે, પત્રકાર સરકાર અને પ્રજા વચ્ચેની મહત્વની કડી છે, સરકારની દરેક યોજના, કાર્યક્રમો છેવાડાના લોકો સુધી પહોંચાડે છે, પ્રજાની સમસ્યા તંત્ર અને શાસકો સમક્ષ રજૂ કરે છે, એને જગાડવાનો પ્રયાસ ખૂબ ગંભીર પરિણામો આપી શકે..!!!

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *