Wed. Apr 15th, 2026
    વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટના પ્રમુખ દશરથભાઈ વાઘેલા અને તેમની ટીમ દ્વારા સમૂહ લગ્નોત્સવ- ૨૦૨૫ વિઝોલ ખાતે યોજાયો.
    Views 224

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટનો સમૂહ લગ્નોત્સવ ૨૦૨૫ ગત સોમવારે વૃંદાવન પાર્ટી પ્લોટ, લાલ ગેબી સર્કલ પાસે, વિંઝોલ અમદાવાદ ખાતે યોજાઈ ગયો. જેનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના પૂર્વ ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા – ધારાસભ્યશ્રી તેમજ પ્રવિણભાઈ વાઘેલા – તંત્રીશ્રી વાલ્મીકિ દર્શન સાપ્તાહિક દ્વારા કરવામાં આવ્યું.

    સમારંભમાં વટવા વિધાન સભાના ધારાસભ્યશ્રી બાબુસિંહ જાદવ તેમજ ભારતીય જનતા પાર્ટીના રામોલ-હાથીજણ વોર્ડના પદાધિકારીઓ, કાઉન્સિલર શ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

    અતિથિવિશેષ તરીકે શ્રી રાજુભાઈ પટેલ (બાપુ), ગં.સ્વ.મધુબેન પટેલ તેમજ શ્રી વિરમભાઈ હરજીભાઈ ભરવાડ – પાણસોલી ગામ, જિલ્લો ખેડાએ વિશિષ્ટ હાજરી આપી હતી. ઉપરોક્ત સમૂહ લગ્નમાં ૧૫ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવની ખાસ વિશેષતા એ રહી હતી કે,

    શિસ્ત, આયોજન અને સ્વચ્છતા જોવા મળતાં પ્રાસંગિક ઉદ્બોધનમાં ઉદ્ઘાટક પૂર્વ ગૃહમંત્રી ગુજરાત સરકારશ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ ધારાસભ્યશ્રી દર્શનાબેન વાઘેલાએ ઉલ્લેખ કરીને પ્રભુતામાં પગલાં પાડતાં નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

    આ કાર્યક્રમમાં વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટની ટીમમાં પ્રમુખશ્રી દશરથભાઈ વાઘેલા, મહામંત્રી અતુલભાઈ સોલંકી, કાર્યકારી પ્રમુખશ્રી જીતુભાઈ બેંકર, સંયોજકશ્રી જેન્તીભાઈ વાઘેલા, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખશ્રી હરીશભાઈ વાઘેલા, મહામંત્રીશ્રી દિનેશભાઈ વાઘેલા – મોદજ, મંત્રીશ્રી ભગવાનદાસ ચૌહાણ – દરિયાપુર,

    યુવા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખશ્રી વિજયભાઈ વાલ્મીકિ – વિંઝોલ, મહામંત્રીશ્રી બળવંતભાઈ વાઘેલા – વિંઝોલ, સોલંકી શાહપુર, શર્મેશભાઈ વાઘેલા પનઘટ સોસાયટી, ઉમેશભાઈ સમરસતા સંગઠન શાહપુર, મણીભાઈ સાબરમતી, રસિકભાઈ મિશન વાલ્મીકિ ભવન, રતિલાલ પુરબીયા, હિરેનભાઈ અને જયભાઈ ખોડિયાર ટ્રાવેલ્સ, કેવલ મહારાજ સરસપુર, કલ્પેશભાઈ મકવાણા નોકર મંડળ, ખેંગારભાઈ ગાંધીનગર, નિરંજનભાઈ સાકરેચા રાંધેજા, કનુભાઈ કબીરા ઝુંડાલ, મહેન્દ્રભાઈ ઉપપ્રમુખશ્રી ગૌરાંગભાઈ કનીજ, – ખજાનચીશ્રી ચેતનભાઈ વાઘેલા એડવોકેટ વિગેરેએ ખૂબ જ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

    વાલ્મીકિ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોમાં દિલીપભાઈ લીંચ, દિલીપભાઈ સાણંદ, શેતલભાઈ રાજા સુરત, સી. ડી. વાઘેલા – રઢુ, રાજેશભાઈ એમ. સોલંકી, હસમુખભાઈ લાપસીવાળા, ડૉ. પી. ડી. મલ્હોત્રા, જયેશભાઈ સોલંકી, મનોજભાઈ સોલંકી, કિરણભાઈ એલ.આઈ.સી. રાણીપ, રમણભાઈ નારણભાઈ વાઘેલા રાસમ, ભરતભાઈ દલસુખભાઈ સોલંકી, ઘનશ્યામભાઈ ગફુરભાઈ સોલંકી વાસણા, દિનેશભાઈ મોહનભાઈ પરમાર ખોખરા, રતિલાલ સોલંકી હરિપુરા, હિતેશભાઈ હરિભાઈ વાસણા, પિન્ટુભાઈ મકવાણા ચાંદખેડા, શશાંક મુકેશભાઈ વાઘેલા, હિરેનભાઈ મુકેશભાઈ વાઘેલા, દિવ્યકાંત મુકેશભાઈ વાઘેલા, અલ્પેશભાઈ ઠક્કર, બિન્દેશભાઈ આચાર્ય, દાતાશ્રીઓ અને અગણિત આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

    Happy
    Happy
    50 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    50 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *