અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ મહાનગર પાલિકામાં આઉટ સોર્સિગ અને કોન્ટ્રાક્ટ થી જે સેવાઓ લેવામાં આવે છે તે કર્મચારીઓની બાયોમેટ્રિક મશીનથી હાજરી ફરજીયાત પૂરવા મ્યું. કમિશનરે સર્ક્યુકર બહાર પાડેલ હોવાથી હવે ગેરરીતી આચરતા તત્વોનો સફાયો થશે તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.
અમદાવાદ મહાનગર પાલિકામાં આઉટ સોર્શિંગના કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારી) કામદારોની હાજરી હવે ઈ ગવર્નર્સ ખાતાના સંકલનમાં રહીને અલગ અલગ કોડમાં જે તે એજન્સી વાઇસ હાજરી મળે તે રીતે બાયોમેટ્રિક મશીનમાં ફરજિયાત હાજરી ૧૫-૮-૨૫ થી પુરાય તેવી વ્યવસ્થા કરવાનો સર્ક્યુલાર બહાર પાડેલ છે અને આ બાયોમેટ્રિક હાજરી ચેક કર્યા પછી જ બિલ મંજૂર કરવા અંગેનો સર્ક્યુલર બહાર પાડેલ છે.
કહેવાય છે કે આ પ્રકારની કામગીરી વર્ષો પહેલા કરી હોત તો પ્રજાની પરસેવાની કમાણી રૂપી કરોડો રૂપિયા અધિકારીઓ અને મંડળીઓ તેમજ કંપનીઓએ ભ્રષ્ટાચાર રૂપી ઘર ભેગા કર્યા તે અટકી શક્યા હોત…!
ખેર હવે જવાબદાર અધિકારીઓ દ્વારા કામ કરતી એજન્સીઓના હાજર રહેલ કામદારોની હાજરી બાયોમેટ્રિક મશીન થી પુરાય તેની ચકાસણી કરે તે જરૂરી…!