Mon. May 18th, 2026
    મહિલાઓની સુરક્ષા મુદ્દે AAP પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ પોલીસ કમિશનરને રાખડી બાંધીને મહિલાઓની સુરક્ષાની બાંહેધરી લેશે.
    Views 210

    અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈએ એક વીડિયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દિવસેને દિવસે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ વધી રહ્યા છે અને મહિલા પીડિતા વધી રહી છે. પાંચ તારીખે અમદાવાદના orient ક્લબની બહાર એક બહેન પર અને તેના પરિવાર પર ગુંડા અને લુખ્ખા તત્વો દ્વારા મારામારી કરવામાં આવી. આના પરથી સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે ગુજરાતમાં હવે મહિલાઓ સલામત નથી. થોડા દિવસ પહેલા અમદાવાદના ટ્રાફિક પોલીસ દ્વારા ઠેર ઠેર બેનર લગાવવામાં આવ્યા હતા કે “મહિલાઓએ રાત્રે ઘરની બહાર નીકળવું નહીં નહિતર રેપ કે ગેંગરેપ થઈ શકે છે” છેલ્લા ત્રણ વર્ષમાં 6,000થી પણ વધારે મહિલાઓ સાથે બળાત્કારની ઘટનાઓ ઘટી છે. 35થી વધારે ગેંગરેપની ઘટનાઓ ઘટી છે. જો મહિલાઓ વિરુદ્ધ આટલા બધા ગુનાઓ થઈ રહ્યા છે તો ભાજપના નેતાઓ કયા મોઢે મહિલા સુરક્ષાની વાતો કરી રહ્યા છે? ગુજરાતમાં હવે ક્યાં છે મહિલા સુરક્ષા?

    હવે ગુજરાતમાં મહિલાઓ બહેન દીકરીઓ રાતના સમયે ઘરની બહાર નીકળતા ડરે છે કારણ કે તેઓને ડર છે કે ક્યાંક કોઈ લુખ્ખા તત્વો અને ગુંડા તત્વો દ્વારા મહિલાઓ સાથે ખરાબ કૃત્ય કરવામાં આવે છે. આ ગંભીર મુદ્દા અમદાવાદના પોલીસ કમિશનરને રજૂઆત કરવાના છીએ કે આવનાર દિવસોમાં મહિલાઓને ખરા અર્થમાં સુરક્ષા આપવામાં આવે. પોલીસ કમિશનરની રાખડી બાંધીને અમે તેમની પાસે માંગ કરીશું કે ગુજરાતની તમામ બહેનોને મજબૂત સુરક્ષા આપવામાં આવે. આવનારા સમયમાં બીજી એક પણ મહિલા કોઈ પણ વ્યક્તિ દ્વારા ભોગ ન બને અને કોઈ ઘટનામાં મહિલા પીડિત ન બને, તેવી બાંહેધરી પોલીસ કમિશનર પાસેથી લેવામાં આવશે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *