Wed. Apr 22nd, 2026
    ખાડિયા ૨ વોર્ડ ઇન્સ્પેક્ટર સંઘાડિયા આરટીઆઇના કાયદાથી અજ્ઞાન કે ભ્રષ્ટાચાર છુપાવી રહ્યા છે ! તપાસ થવી જરૂરી.. !
    Views 219

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..અમદાવાદ…

    ખાડિયા ૨ વોર્ડમાં દેયડીની પોળમાં મંજૂર થયેલ બાધકામમાં રાજા ચિઠ્ઠી ની શરતોનો ભંગ થઈ રહ્યો હોવાની જન સમૃદ્ધિ ન્યૂઝને માહિતી મળતાં જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા આ ગેરરિતી અટકાવવા ફરિયાદ કરેલ હતી, ફરિયાદ પછી પણ કાયદાનો અમલ ના થતાં ! જવાબદાર અધિકારીઓ દ્વારા આચરેલ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે આર.ટી.આઇ. ના કાયદાનો ઉપયોગ કરી સત્ય હકીકત જાણવાની ફરજ પડી હતી..

    આર.ટી.આઇ. ની અરજીમાં મંજૂર કરેલ ફાઈલનું નિરીક્ષણ માંગવામાં આવેલ હતું, તો તેના જવાબમાં ખાડિયા ૨ વોર્ડના જાહેર માહિતી અધિકારી અને વોર્ડ ઇન્સ્પેક્ટર એસ. એમ. સઘાડિયા દ્વારા જવાબમાં એવું જણાવવામાં આવ્યું કે આ માહિતી વ્યક્તિગત હોવાથી કાયદાની કલમ ૮(૧)(ઠ) મુજબ વ્યક્તિગત માહિતી આપવા પાત્ર નથી..

    ખાડિયા -૨ વોર્ડના જાહેર માહિતી અધિકારી સારી રીતે જાણે છે કે માહિતી અધિકાર કાયદા ના પ્રકરણ ૧ ની કલમ ૨(છ) મુજબ માહિતી એટલે રેકર્ડ, દસ્તાવેજો, મેમો – ઇમેઇલ, અભિપ્રાયો, સલાહ, અખબારી યાદી, પરિપત્રો, હુકમો, લોગબુક, કારારો, અહેવાલો, કાગળો, નમૂના, ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં સંગ્રહાયેલી માહિતી – સામગ્રી અરજદારને આપવાની કાયદાકીય જોગવાઈ છે.

    મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં કાયદા ને સર્વોપરી ગણવાની જગ્યાએ… આયોગમાં થયેલા હુકમોને સર્વોપરી ગણીને… અરજદારોને માહિતી નહિ આપીને, આડકતરી રીતે માહિતી છુપાવી મસમોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ઝોન ના ડે. એસ્ટેટ ઓફિસર, ખાડિયા વોર્ડના આસી. મ્યુ. કમિશનર અને મધ્ય ઝોનના ડે. મ્યુ. કમિશ્નર પોતાની યોગ્ય ફરજ નિભાવતા ન હોવાથી મ્યું. કમિશ્નર પોતે આ મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ તરફ થોડું ધ્યાન આપે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠી રહી છે..

    ખાડિયા ૨ વોર્ડમાં રેસીડેન્સી મકાનોમાં રીપેરીંગ ની મંજૂરીના ઓથા હેઠળ ગે. કા. હેતુફેર કરી કોમર્શિયલ વપરાશ શરૂ કરી કાયદાનો ભંગ થઈ રહ્યો હોવા છતાં જવાબદાર અધિકારીઓ હાથ પર હાથ ધરી બેસી રહે તો સમજવું શું..?

    દેયાડીની પોળમાં સર્વે નં. ૨૦૩૧ અને ૨૦૬૦ માં જે રીપેરીંગની મંજુરી મેળવી કામ પરિપૂર્ણ થયેલ છે તેમાં કંપ્લિશન સર્ટી આપેલ છે ? કે પછી હજુ સુધી મેળવેલ નથી ? કે પછી હેતુફેર કરવાનો હોવાથી લેવાનુ નથી ? માટે ફાઈલ નિરીક્ષણ નહિ આપી માહિતી છુપાવી રહ્યા છે ? તેની તપાસના આદેશ મ્યું. કમિશ્નર દ્વારા આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની માંગ ઉઠવા પામી છે…

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *