Thu. Apr 16th, 2026
    ANPR કેમેરાની મદદથી એકટીવા ચોરીનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ
    Views 229

    અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    અમદાવાદ શહેરનાં વણશોધાયેલ વાહન ચોરીનાં ગુનાઓનાં ડેટા એકત્રિત કરી ચોરીમાં ગયેલ વાહનોનાં રજીસ્ટ્રેશન નંબરને શહેર પોલીસ કંટ્રોલરૂમ ખાતેનાં ANPR કેમેરાની મદદથી ટ્રેસ કરી ગુનાઓ શોધી કાઢવા સારુ પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરનાઓ દ્વારા આપેલ માર્ગદર્શન અને સૂચનાઓ મુજબ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એપ્રીલ-૨૦૨૫ માં ચોરીમાં ગયેલ GJ-01-UW-6177 નંબરની હોંડા એકટીવાને શહેર વિસ્તારમાં ઇન્સ્ટોલ કરેલ ANPR કેમેરા મારફતે ટ્રેસ કરવામાં આવેલ.

    ANPR કેમેરામાંથી મેળવેલ ફોટોગ્રાફમાં દેખાતા એક્ટીવા ચાલકની તપાસ કરતા તે વ્યક્તિએ ડીસેમ્બર-૨૦૨૪ માં ઇંદ્રજીત શાહ રહે : સરસપુર, અમદાવાદ નામના વ્યક્તિ પાસેથી ખરીદ કરેલ હોવાની હકીકત જણાવેલ અને તે સબંધેના આધાર પુરાવાઓ રજુ કરેલ જેથી આ બાબતે ફરીયાદીશ્રીની પૂછપરછ કરતા તેણે પોતાના મિત્ર ઇંદ્રજીત શાહ રહે : સરસપુર, અમદાવાદની એક્ટીવા GJ-01- UW -6177 વાપરવા માટે રાખેલ હતી અને ઓક્ટોબર ૨૦૨૪ માં તેની ચોરી થતા આજથી એક અઠવાડીયા પહેલા વસ્ત્રાપુર પોલીસમાં ફરીયાદ કરેલ. જેથી આ હકીકત આધારે શહેર વિસ્તારમાં લગાડવામાં આવેલ કેમેરાઓ ચેક કરતા ચોરી થઈ ગયા પછીના સમયે ઇંદ્રજીત શાહ વાહન ચલાવતો હોવાનું માલૂમ પડેલ જેથી ઈંદ્રજીત શાહ ઉપર પૂરતો શક વહેમ પડતો હોય તેને પકડી પાડતા પોતાને રુપીયાની જરુર હોય પોતાની પાસેની બીજી ચાવી વડે પોતાની જ એક્ટીવાની ચોરી કરી અન્ય ઈસમને ફરીયાદીની જાણ બહાર વેચી નાખી રુપીયા મેળવી લીધેલ હોવાનું જણાઈ આવેલ હોય ઇંદ્રજીત શાહ રહે : સરસપુર, અમદાવાદ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

    શોધાયેલ ગુના
    (૧) વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૦૨૫૦૧૮૨/૨૦૨૫ ઇ.પી.કો કલમ ૩૦૩(૨) મુજબ

    પકડાયેલ આરોપી
    ઇન્દ્રજીત સ/ઓફ કાંતીલાલ ચનાલાલ શાહ ઉ.વ.૩૧ રહે.મ.નં.બી-૧૦૨૦૨, ઇન્ડીયા બુલ્સ સેંટ્રમ, હરીભાઈ ગોદાણી દવાખાના પાસે, સરસપુર, અમદાવાદ શહેર

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *