જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.
આ પ્રસંગમાં પ્રદેશ અધ્યક્ષશ્રી લાભુભાઈ કાત્રોડિયા, ભાવનગરના રાજા યુવરાજ જયવીરશ્રી, મનીશકુમાર બંસલ કલેકટરશ્રી, ગૌરાંગભાઈ (શેઠ બ્રધર્સ), ભાવનગરના મેયર, કે. કે. ગોહેલ, રમેશભાઈ ધકાન, મહિલા અધ્યક્ષ સમીમબેન અને દરેક જિલ્લામાંથી આવેલ પ્રમુખ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી ભારત માતા કી જય અને પત્રકાર એકતા ઝિંદાબાદના નારા સાથે દીપ પ્રાગટ્ય કરી, રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની શુભ શરૂઆત કરેલ.
અમદાવાદ શહેર પ્રમુખ હસમુખભાઇ પટેલ સાથે તેમની ટીમના ઉપ પ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ, વસંતભાઈ બ્રહ્મભટ્ટ, ગૌતમભાઈ બારોટ, ચિરાગભાઈ શાહ, મનબેન ધોળકિયા, કાજલબેન નાગવડિયા, હેતલ ભાવસાર, વિકાસભાઈ રાજપૂત, રાજેન્દ્રભાઈ શર્મા, વર્ષાબેન ખલાસ, કિશોરભાઈ શુક્લ, સંઘ દીપ ખેમરતન, શિલ્પાબેન આહીર, કિરીટભાઈ રાઠોડ, શંકરભાઈ પ્રજાપતિ, જગદીશભાઈ શાહ, મુળજીભાઈ ખુમાણ અને દિનેશભાઈ માળી હાજર રહ્યા હતા.
ભાવનગર જિલ્લા પ્રમુખ મિલનભાઈએ સંબોધન કરી આવેલ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભાવનગર માંથી પત્રકારોને વીમાથી સુરક્ષિત રાખવાની શુભ શરૂઆત ભાવનગર ખાતેથી કરેલ છે, તેવીજ રીતે ગુજરાતના સમસ્ત જિલ્લામાંથી પત્રકારોને વિમાથી સુરક્ષિત રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ત્યારબાદ આવેલ મહાનુભાવોનું મોમેન્ટો અને ગુલાબગુચ્છ થી સ્વાગત વિધિ કરવામાં આવી હતી.
અમદાવાદ પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ હસમુખભાઇ પટેલ દ્વારા આ સંગઠનની સૌ પ્રથમ થયેલ રચનાની સુંદર માહિતી આપી હતી.
કલેકટર શ્રી મનુષકુમાર બંસલે એક કહાની દ્વારા વાણીની શુભ શરૂઆત કરેલ હતી. સમાજમાં પત્રકારોનો જે રોલ છે તેઓની કાર્યપ્રણાલીની સલામી આપી વખાણ કર્યા હતા.
પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાએ તેમની વાણીની શરૂઆત કરી, પધારેલ સૌ મહેમાનોનો આભાર વ્યક્ત કરેલ. અને જણાવેલ કે ભાવનગર જિલ્લાના ૨૧૧ પત્રકારોના વિમાની પોલિસી, ફોર્મ અને આઇ કાર્ડની સુંદર કામગીરી પૂર્ણ કરી. વધુમાં જણાવેલ કે ગુજરાતના દરેક જિલ્લામાં પત્રકાર ભવન બને તે બાબતે સુંદર આયોજનની વાત કરેલ અને ભારપૂર્વક જણાવેલ કે તમામ જિલ્લાઓમાં પત્રકારોના રક્ષણ માટે વિમાની પોલિસીની કામગીરીની શરૂઆત કરવાની હાકલ કરી હતી. પત્રકારોના પરિવારની ચિંતા કરવાનું આ ૨૦૨૫-૨૬નું વર્ષ સૌ પત્રકાર મિત્રોને વીમા સુરક્ષા કવચ પૂરું પાડી આ વર્ષ ઉજવવાની સુંદર વાત કરી તેમની વાણી ને વિરામ આપ્યો હતો.
શેઠ બ્રધર્સના ગૌરાંગભાઈ એ જણાવેલ કે પત્રકારએ એક સમાજનો અરીસો છે, પત્રકાર તમામ જગ્યાએ જવાબદારીનું વહન કરી સુંદર કામગીરી કરે છે.
ભાવનગરના જયવીરસિંહ એ જણાવેલ કે પરિવારમાં માતા અને પિતાના ઉદાહણરૂપની વાત કરી જણાવેલ કે પત્રકારની જવાબદારી તરીકે આવી કઠિન કામગીરી કાયમી આવનારા સમયમાં સાચી વાતને ઉજાગર કરે અને ખોટા સમાચારી ના ફેલાવે તેવી તકેદારી પણ રાખવી જરૂરી રહેશે. વર્ષ ૨૦૨૬ નું અધિવેશન તેમના ભાવનગર ખાતેના નીલમબાગ પેલેસમાં રાખવાની અગત્યની વાત કરી હતી.
ત્યારબાદ સૌએ ભોજન લઇ, ગીફ્ટ મેળવી, આ સુંદર કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
