Mon. May 4th, 2026
    અમદાવાદ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓના ઉત્પાદનની ધમધમતી ફેક્ટરીઓ ! છતાં નાના અને મધ્યમ દુકાનદારોને દંડવાની નીતિથી પ્રજા ત્રસ્ત…!
    Views 261

    જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ. અમદાવાદ..

    ભારત સરકારના પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ 2024 મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટના સંપૂર્ણ પ્રતિબંધ અંગે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાએ કરેલ કામગીરીઓ સરકાર સમક્ષ રજૂ કરવાની હોય છે.

    કહેવાય છે કે અમદાવાદ મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જવાબદાર અધિકારી કર્મચારીઓ ફક્ત અને ફક્ત નાના અને મધ્યમ વર્ગના માણસોને જ દંડવવાની કાર્ય પદ્ધતિ અપનાવી રહ્યા હોવાથી તેઓની આ કાર્ય પ્રણાલીથી પ્રજામાં રોષની લાગણી અનુભવાઈ રહી છે.

    અમદાવાદ મહાનગર પાલિકાની હદ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની અનેક વસ્તુઓનું ઉત્પાદન કરતી મોટી મોટી ફેક્ટરીઓ કાર્યરત હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારી કર્મચારીઓ જાણતા હોવા છતાં આવા મસ મોટા એકમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરતા નથી અને ફક્ત ને ફક્ત નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને દંડવાની કાર્યવાહી કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

    મળેલી માહિતી મુજબ અમદાવાદ મહાનગર પાલિકાના જવાબદાર અધિકારી કર્મચારીઓ ચેકિંગ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટો જથ્થો પકડાય તો જવાબદાર અધિકારી કર્મચારી દ્વારા ભ્રષ્ટાચાર આચરી… મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હોય તો તેને ઓછો જથ્થો બતાવીને, નજીવો દંડ ભરાવીને આવા ઈસમોને પ્રોટેક્શન આપી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

    જેથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અલગ અલગ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓને કાયમી ધોરણે બંધ કરાવે તો નાના અને મધ્યમ વર્ગના લોકો દંડની કાર્યવાહી માંથી બચી શકે અને લોકો રાહતનો દમ લઈ શકે…

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *