Mon. Jan 19th, 2026
    ચકુડીયા મહાદેવ ખાતે શ્રાવણ માસ મહોત્સવ પ્રારંભે મેનેજિંગ ટ્રસ્ટી જે. જે. રાવલ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ.filter: 0; jpegRotation: 90; fileterIntensity: 0.000000; filterMask: 0; module:1facing:0; hw-remosaic: 0; touch: (-1.0, -1.0); modeInfo: ; sceneMode: Night; cct_value: 0; AI_Scene: (-1, -1); aec_lux: 0.0; hist255: 0.0; hist252~255: 0.0; hist0~15: 0.0;
    Views 176

    જન સમૃદ્ધિ ન્યૂઝ..
    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
    તા. ૨૪-૦૭-૨૦૨૫

    ગુજરાતના સુપ્રસિદ્ધ અને અમદાવાદ રખીયાલના જાણીતા જય ચકુડિયા મહાદેવમાં શ્રાવણ માસ મહોત્સવ નિમિત્તે સવારના મહાઆરતી અને સવામણ દૂધનો અભિષેક અને સવાલાખ બીલીપત્ર ચઢાવવામાં આવશે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે સાંજે ૪ ૩૦ વાગે બરફના મહાદેવના દર્શન ખુલ્લા મુકવામાં આવશે. શ્રાવણ વદ અમાસના દિવસે લઘુરુદ્ર હવન થશે તથા શ્રાવણ વદ અમાસની રાત્રે ૧૨.૦૦ વાગે મહાપૂજા પ્રારંભ થશે અને સવારે ૪-૦૦ વાગે પૂરી થશે આ સમય દરમ્યાન દાદાને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવશે.

    શ્રાવણ માસના પર્વ નિમિતે દાદાના સાનિધ્યમાં ચાર સોમવાર, જન્માષ્ટમી, રક્ષાબંધન અને શ્રાવણ અમાસે મેળો ભરાશે. મહાદેવના પટાંગણમાં ભાવિક ભક્તોને દર્શનાથે શ્રી મહાકાળી માતા તેમજ બળિયાદેવ તેમજ સાંઈનાથ બાબા તેમજ હનુમાનજી તેમજ પહાડેશ્વર દાદાના દર્શન થશે અને રાધાકૃષ્ણ ભગવાન અને રામ દરબાર તેમજ કેવટ પ્રસંગ તેમજ બાર જ્યોતિલિંગ અને ઋષિકેશ દાદાના દર્શન થશે.

    ફરિભક્તોને શનિદેવના દર્શન થાય એ હેતુથી અમદાવાદના રખિયાલ વિસ્તારમાં જય ચકુડિયા મહાદેવમાં શનિદેવના દર્શન માટે શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે.

    જય ચકુડિયા મહાદેવ દાળરોટી સદાવત ટ્રસ્ટ તરફથી કોઈપણ જાતના ભેદભાવ વગર સાધુ સંત તેમજ ગરીબોને દરરોજના સવાર – સાંજ એક હજાર અભ્યાગતોને ભોજન પીરસવામાં આવે છે. મહારાજશ્રી તેમજ તેમનો પરિવાર પ્રેમથી જમાડે છે. આ સંસ્થા ગૌશાળા પણ ચલાવે છે. તેમાં લગભગ ૧૫૦ ગાયો (ગૌમાતા) ની સેવા થાય છે. આ સંખ્યા આકાશ વૃત્તિ ઉપર ચાલે છે.

    શ્રાવણ માસના પવિત્ર મહોત્સવમાં રક્ષાબંધનના દિવસે ઘી માથી બનાવેલ શિવ પરિવારના દર્શન સવારથી ખુલ્લા મુકવામાં આવશે અને ગોકુલ અષ્ટમી (જન્માષ્ટમી) ના દિવસે કૃષ્ણ જન્મોત્સવ રાત્રે ૧૨.૦૦ વાગે ધામધૂમથી ઉજવવામાં આવશે.

    રખિયાલ ખાતે આવેલ જય ચકુડિયા મહાદેવ મંદિરની બાજુમાં ગૌશાળા તુટેલી હાલતમા છે. એના કારણે ગાયોને રહેવામાં તકલીફ પડે છે. તેથી આ ગૌશાળાના રીનોવેશન માટે જે કોઈ દાતા ને ઈચ્છા હોય તે જય ચકુડિયા મહાદેવ ટ્રસ્ટનો સંપર્ક કરવો.

    જય ચકુડિયા મહાદેવ દાળરોટી સદાવત ટ્રસ્ટ સંસ્થામાં દાન આપનાર દાતાઓને ઈન્કમટેક્ષમાંથી કર મુક્તિ મળે છે.

    જય ચકુડિયા મહાદેવ દાળરોટી સદાવત ટ્રસ્ટ (જે.જે. રાવલ, મેનેજીંગ ટ્રસ્ટી

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *