વિષ્ણુભાઈ પ્રજાપતિ
પત્રકાર એકતા પરિષદ
અમદાવાદ શહેર ઉપ પ્રમુખ.
પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા અને નીતિન ઘેલાણી છેલ્લાં ચાર દિવસ થી દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતા, એ અરસા દરમિયાન સુરત ખાતે ઉધોગપતિ શ્રી જીવરાજભાઈ ધારુકા ને મળી અગાઉ થયેલી રજૂઆતની ચર્ચા કરતા તેઓએ પાટીલ સાહેબ સાથે ટેલિફોનીક ચર્ચા કરતા રવિવારે 4 કલાકે એમના કાર્યાલય ખાતે રૂબરુ મુલાકાત માટે જણાવતા, આસપાસ ના જિલ્લાના હોદ્દેદારોને બોલાવી. પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં અને જીવરાજભાઈ ધારુકાના વડપણ નીચે, સી.આર પાટીલને રૂબરૂ મળી, ૧૨ પ્રશ્નો લેખિતમાં રજૂ કરી, ચર્ચા કરતા, વહેલી તકે ઉકેલ માટે ખાતરી આપી હતી.
પત્રકાર એકતા પરિષદ દ્વારા શ્રી જીવરાજભાઈ ધારુકા તેમજ સી.આર પાટીલ નું સ્મૃતિ ભેટ સાથે શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં સુરતના પ્રમુખ સતીશભાઈ કુંભાણી, વીણાબેન ચોંડાગર, પ્રદેશ મહિલા અધ્યક્ષ સમીમબેન પટેલ, તેમજ પ્રદેશ મહામંત્રી સંદીપભાઈ દેવાશ્રય, તેમજ મહીસાગર જિલ્લા અધ્યક્ષ શ્રી મયંકભાઈ જોષી, ભરૂચ જિલ્લા અધ્યક્ષશ્રી અતુલભાઈ મૂળાણી, નવસારી થી પ્રદેશ અગ્રણી આરીફભાઇ શેખ, નવસારી જિલ્લાના નવનિયુત અધ્યક્ષ શ્રી અજીતસિંહ ઠાકોર, આઈ ટી સેલના નીતિન ઘેલાણી, રાવ સાહેબ જોડાયા હતા..
પત્રકારોના પ્રશ્નોના ઉકેલ માટે શ્રી જીવરાજભાઈ ધારુકાની મધ્યસ્થી માટે સંગઠને આભાર વ્યક્ત કર્યો હતો.!!