અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
“રાજીવ ગાંધી ભવન”, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે તા. ૨૯-૦૫-૨૦૨૫ના રોજ ધોરણ-૧૦-૧૨ ના પરિણામો જાહેર થઈ ચુક્યા છે ત્યારે વિદ્યાર્થી- વાલીઓને સચોટ અને સરળ માર્ગદર્શનની વિશેષ જરૂરિયાત ઊભી થઈ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને પુરતું માર્ગદર્શન મળે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બને તે માટે સતત ર૦મા વર્ષે કોંગ્રેસ પક્ષના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી સંપાદિત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૦ અને ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર સહિત વરિષ્ઠ મહાનુભાવોના હસ્તે રાજીવ ગાંધી ભવન ખાતે યોજવામાં આવ્યું…