Sun. Apr 19th, 2026
    નાના ચંડોળા તળાવમાં આવેલા ૨૦૦૦ જેટલા બાંગ્લાદેશીઓના કાચા-પાકા ઝુંપડા દુર કરવામાં આવ્યા. અને અંદાજીત ૧.૦૦ લાખ ચો.મી. જેટલો દબાણયુક્ત તળાવનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો..
    Views 221

    અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ…

    અમદાવાદ શહેરના પૂર્વ ભાગના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ આવેલ છે. ૧૦.૯૬ લાખ ચો.મી.ના ક્ષેત્રફળમાં ફેલાયેલું આ તળાવ અમદાવાદ સિટી વિસ્તારનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અને તેની આજુબાજુના વિસ્તારમાં પોલીસ વિભાગ તરફથી ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશના નાગરિકો દ્વારા તળાવની જમીનમાં દબાણ કરી રહેતા હોય અને તેઓ દ્વારા ગેરકાયદેસર પ્રવુતિ કરવામાં આવતી હોય તેવા રિપોર્ટ મળેલ, આ ઉપરાંત નામ. સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર તળાવના ભાગમાં રહેલ ગેરકાયદેસર દબાણ દુર કરવા જરૂરી છે.

    આવા ગેરકાયદેસર પ્રવુતિ કરતા બાંગ્લાદેશીઓની ઓળખ કરવી જરૂરી હોવાથી પોલીસ વિભાગની મદદ લેવામાં આવેલ. ચંડોળા તળાવમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા બાંગ્લાદેશીઓના રહેણાક દુર કરવા માટે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ તળાવમાં રહેલ ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાના માનવબળ અને જરૂરી સાધન સામગ્રી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

    પ્રસ્તુત કામગીરીમાં અ.મ્યુ.કો.ના એસ્ટેટ વિભાગ દ્વારા ઝોનવાર ૭(સાત) ટીમ બનાવવામાં આવેલ. જેમાં કુલ ૫૦ ટીમો બનાવવામાં આવેલ. સદર ટીમમાં ડે.એસ્ટેટ ઓફિસરશ્રી, ઇન્સ્પેકટરશ્રી, સબ ઇન્સ્પેકટરશ્રી તથા મજૂરોનો સમાવેશ કરવામાં આવેલ. આ ટીમોને મદદ કરવા માટે ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશના વસાહતો દુર કરવા માટે ૫૦ જેસીબી તથા ૫૦ ટ્રકની ફાળવણી કરવામાં આવેલ.

    સદર કામગીરી દરમ્યાન કોઈ દુર્ઘટના ન થાય તેના તકેદારીના ભાગ રૂપે ટોરેન્ટ પાવર દ્વારા સવારે ૬:૦૦ કલાકથી વિજ પુરવઠો બંધ કરવામાં આવેલ છે. સદર કામગીરીના અમલીકરણ દરમ્યાન બાળકો, સ્ત્રીઓને સુરક્ષા મળી રહે તે હેતુથી અ.મ્યુ.કો. દ્વારા ૭(સાત) એમ્બ્યુલન્સ ડોક્ટરોની ટીમો સાથે સ્થળ પર રાખવામાં આવેલ. આ ઉપરાંત નાગરિકોની સલામતી માટે ફાયર વિભાગ દ્વારા તેઓની ૭(સાત) ટીમ સ્થળ પર રાખવામાં આવેલ છે. સદર સમગ્ર કામગીરીનું ૨૦(વીસ) વિડીયો ગ્રાફરની ટીમ દ્વારા ફોટોગ્રાફી કરવામાં આવેલ છે.

    આ કામગીરીની શરૂઆતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર પ્રવુતિમાં સંકળાયેલ લાલા બિહારીના ફાર્મ હાઉસ ખાતે અંદાજે ૧૫૦ ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવેલ. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાના ચંડોળા તળાવમાં આવેલા અંદાજીત ૨૦૦૦ જેટલા બાંગ્લાદેશના નાગરિકો દ્વારા બનાવવામાં આવેલ કાચા-પાકા ઝુંપડા દુર કરવામાં આવેલ અને અંદાજીત ૧.૦૦ લાખ ચો.મી. જેટલો દબાણયુક્ત તળાવનો ભાગ ખુલ્લો કરવામાં આવેલ.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *