Sun. Apr 19th, 2026
    ખાડિયા વિસ્તારમાં ગોપી નામના બિલ્ડર દ્વારા અધિકારીઓની સાંઠ – ગાંઠ થી અસંખ્ય ગે. કા. બાધકામો પરિપૂર્ણ ! આસી.મ્યું. કમિશનર શોભાના ગાંઠીયા સમાન..! જાગૃત નાગરિકો..
    Views 242

    અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    અમદાવાદ મહાનગર પાલિકા ના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના ખાડિયા – ૨ વોર્ડમાં ઘર નં. ૮૦, દેરાસરવાળો ખાંચો, ઘાંચીની પોળ ખાતે રીપેરીંગના ઓથા હેઠળ કાર્યરત બાધકામમાં શરત ભંગ કરેલ હોવાનું ફોટોગ્રાફી ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે, તેમજ રજા ચિઠ્ઠી પ્રદર્શિત ન કરી, મ્યું. કમિશનરનાં સર્ક્યુલરનો ભંગ કરી બાધકામ કાર્યરત હોવાના અહેવાલ જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરી મધ્ય ઝોનના જવાબદાર અધિકારી એવા ડે. મ્યુ. કમિશ્નર, આસી. મ્યુ. કમિશ્નર અને ડે. એસ્ટેટ ઓફિસરને માહિતગાર કરવા છતાં મ્યું. કમિશનરનાં સર્ક્યુલરનો ભંગ અને શરત ભંગ કરી પરિપૂર્ણ થયેલ બાધકામ સામે કાયદાનો અમલ કરતા ન હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

    કહેવાય છે કે ખાડિયા વિસ્તારમાં ગોપી નામના બિલ્ડર દ્વારા અસંખ્ય ગે.કા. બાધકામો, રીપેરીંગની મંજૂરીના ઓથા હેઠળ શરતોનો ભંગ કરેલ અનેક બાધકામો અને આવા ગે. કા. બાધકામો પરિપૂર્ણ થયા પછી હેતુફેર કરેલ અનેક બાધકામોનો હાલમાં વપરાશ ચાલુ હોવાના પુરાવા.. મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં હોવા છતાં જવાબદાર અધિકારીઓના હાથ કાયદાનો અમલ કરવામાં કેમ ધ્રુજી રહ્યા છે ? તે જાગૃત નાગરિકોને સમજાતું નથી !

    અધિકારીઓના હાથ એટલા માટે ધ્રુજી રહ્યા છે કે આ ગોપી નામનો બિલ્ડર સ્થાનિક રાજકીય નેતાઓ અને જવાબદાર અધિકારીઓને પ્રસાદી રૂપે ભેટ આપતો હોવાથી આ રાજકીય બિલ્ડર દ્વારા પરિપૂર્ણ થયેલ બાધકામો સામે ડીનોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે.

    મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં અધિકારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાય પછી જ કાયદાનો અમલ કરવા માટે ટેવાયેલ હોવાથી.. મ્યું. કમિશ્નર અને ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન દ્વારા ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર મધ્ય ઝોનના ડે. મ્યુ. કમિશનર, આસી. મ્યુ. કમિશ્નર અને ડે. એસ્ટેટ ઓફિસર વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવાના અને આ શરત ભંગ કરેલ બાધકામને દૂર કરવાના આદેશ આપે તેવી સ્થાનિક જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *