Tue. Apr 21st, 2026
    પત્રકાર એકતા પરિષદ અમદાવાદ પ્રમુખ અને સમગ્ર ટીમ… બાહોશ, નિષ્પક્ષ અને નીડર પ્રશાંત દયાળના પત્રકારત્વને દબાવવાની કોશિષને સખત શબ્દોમાં વખોડી નાંખે છે…
    Views 156

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં ચાલતી અસંખ્ય અસામાજિક બદીઓ બાબતનો એક પત્ર પ્રશાંત દયાળ અને પોલીસ કમિશ્નર ને મળેલ હતો. તે બાબતના સમાચાર નીડર પત્રકાર પ્રશાંત દયાળ દ્વારા સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા અને પ્રશાંત દયાળે સ્પષ્ટ જણાવેલ હતું કે આ પત્રને અમો સમર્થન આપતા નથી. પરંતુ આ પત્રની તપાસ પોલીસે કરવી જોઈએ તેવું સ્પષ્ટ જણાવેલ હતું. તેમ છતાં પોલીસ કમિશનર દ્વારા નીડર પત્રકાર પ્રશાંત દયાળ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચને તપાસના આદેશ આપી, પત્રકાર પ્રશાંત દયાળને દબાવવાનો હિન પ્રયાસ હાથ ધરેલ…

    પોલીસ કમિશનરે અસામાજિક બદીઓને કાયમી ધોરણે બંધ કરાવવાના આદેશ આપવાની જગ્યાએ, આવી અસામાજિક બદીઓને ઉજાગર કરી.. તંત્રને અરીસો બતાવનાર નીડર પત્રકાર પ્રશાંત દયાળ સાથે ગુનેગાર જેવું વર્તન અને નીંદનીય જે વ્યવહાર કરેલ છે, તે સમગ્ર ઘટનાને પત્રકાર એકતા પરિષદ અમદાવાદના પ્રમુખ અને તેઓની સમગ્ર ટીમ વખોડી કાઢે છે.

    પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેર પ્રમુખ… પોલીસ અને સરકારને જણાવે છે કે અસામાજિક બદીઓને ઉજાગર કરી, તંત્રને અરીસો બતાવનાર નીડર પત્રકારો સાથે નીંદનીય વ્યવહાર “ના” કરવામાં આવે. નીડર પત્રકાર પ્રશાંત દયાળ સાથે નાટકીય રીતે તેઓને દબાવવાના પ્રયાસો હાથ ધરનાર અને ઉચ્ચ અધિકારીઓના નિયમ વિરુદ્ધના આદેશોનું પાલન કરનાર બેજવાબદાર અધિકારી – કર્મચારીઓ વિરુદ્ધ રાજ્યના પોલીસવડા, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી કડક રાહે કાર્યવાહી હાથ ધરે તેવી પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેર પ્રમુખ અને તેઓની ટીમ વિનંતી કરે છે.

    અમદાવાદના નીડર પત્રકાર પ્રશાંત દયાળ અને તેઓના જેવા બાહોશ અને નિષ્પક્ષ પત્રકારો સાથે અમદાવાદ શહેર પત્રકાર એકતા પરિષદ કાયમ માટે સાથે રહેવા કટિબદ્ધ છે..

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *