Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરની કારોબારી સભ્યોની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજાઇ…

જન સમૃદ્ધિ ન્યૂઝ.. તા. ૧૧-૧૦-૨૦૨૩, વિષ્ણુ પ્રજાપતિ

પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરની કારોબારી સભ્યોની મિટિંગ તા. ૧૦-૧૦-૨૪ ને સવારે ૧૦ કલાકે જૂના સર્કિટ હાઉસ, શાહીબાગ ખાતે કાર્યકારી પ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

આ મિટિંગમાં પ્રદેશના હોદ્દેદારોમાં રિતેન્દ્રસિહ ઝાલા, કોકિલાબેન ગજ્જર, શિલ્પાબેન આહીર, અમદાવાદ શહેર પ્રમુખ હસમુખભાઇ પટેલ, સલાહકાર વસંતભાઈ બ્રહ્મભટ્ટ, ઉપ પ્રમુખ કમલેશભાઈ પટેલ, પ્રવીણભાઈ સામરિયા, ગૌતમભાઈ બારોટ, મહામંત્રી ચિરાગભાઈ શાહ અને મંત્રી તેમજ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.

આ મિટિંગમાં અમદાવાદ શહેરની પત્રકાર એકતા પરિષદમાં જે પત્રકારે સભ્યપદ મેળવેલ હશે તેમને ખોટી રીતે કનડગત કરનાર અધિકારીઓ વિરુદ્ધની ફરિયાદોના નિકાલ બાબતે પાંચ સભ્યોની કમિટી બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે, જેઓના નામ અને સંપર્ક નંબર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

પત્રકાર એકતા પરિષદમાં જે પત્રકારોએ નામ નોધણી કરાવેલ હશે તે પત્રકાર મિત્રો આ કમિટીની મદદ મેળવી શકશે તે અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી…

તેમજ પત્રકાર એકતા પરિષદના કાર્યકારી પ્રમુખ વિષ્ણુભાઈ અને સલાહકાર મંત્રી વસંતભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા આવેદન પત્રો તૈયાર કરી, પોસ્ટ દ્વારા મોકલેલ છે તે તમામ આવેદન પત્રો રૂબરૂ આપવા માટે શક્ય તેટલા પત્રકાર મિત્રો અને કારોબારી સભ્યો હાજર રહે તે અંગે નિર્ણય લેવાયા..

આગામી વર્ષ ૨૦૨૫ માં અમદાવાદ ખાતે મહા અધિવેશન યોજવાનું હોવાથી તેની તૈયારીના ભાગ રૂપે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી તેમાં સૌ કમિટીના સભ્યોએ સાથ અને સહકાર આપવાની હૈયા ધારણા વ્યક્ત કરી હતી.

આમ આ રીતે બીજી અનેક ચર્ચા વિચારણા કરી, છેલ્લે ચા – નાસ્તો કરી સૌ છુટા પડ્યા હતા.

આમ આ રીતે આજ રોજ યોજાયેલ મિટિંગ સફળતા પૂર્વક પૂર્ણ થયેલ હતી…


પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરની કારોબારી સભ્યોની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજાઇ…