જન સમૃદ્ધિ ન્યૂઝ.. તલોદ .. તા. ૩૦-૬-૨૦૨૩
ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઇ માટે તળાવ ભરવાની સ્થાનિકોની માંગ, નર્મદાનું પાણી પણ આવતું નથી તે માટે લોકોમાં ઉગ્ર રોષ : અમિત ચાવડા*
સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાં કામ કરતા રોજમદારો લઘુત્તમ વેતનથી વંચિત, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથામાં ભાજપના મળતીયાઓ દ્વારા થતું કર્મચારીઓનું શોષણ : અમિત ચાવડા
દારુ, જુગારના અડ્ડાઓ, બેરોકટોક રીતે ધમધમી રહ્યા છે, જેના લીધે સ્ત્રી સલામતીની વાતો પોકળ સાબિત થઈ અને સ્ત્રીઓની સલામતી માટે ઉગ્ર રજૂઆત : અમિત ચાવડા
જનમંચ દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, ફરીયાદો ના પરીણામલક્ષી નિવારણ માટે જનસભા થી વિધાનસભા સુધી ની લડત લડીશુઃ શ્રી અમિત ચાવડા
આ કાર્યક્રમના ભાગ હેઠળ તારીખ: ૩૦/૦૬/૨૦૨૩ શુક્રવાર, તલોદ જિ. સાબરકાંઠા ખાતે જનમંચ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી.
કોંગ્રેસ પક્ષે સામાન્ય પણ સ્વાભિમાની ગુજરાતી ને જનમંચ પ્લેટફોર્મ આપ્યું, જેમાં જનમંચ કાર્યક્રમમાં જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,
૧. તલોદ નગરપાલિકાના અનેક વિસ્તારમાં પાક્કા રસ્તા, શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓથી લોકો વંચિત. ટેક્સ ભરવા છતાં સુવિધાના નામે મીંડું.
૨. દારુ, જુગારના અડ્ડાઓ, બેરોકટોક રીતે ધમધમી રહ્યા છે, જેના લીધે સ્ત્રી સલામતીની વાતો પોકળ સાબિત થઈ અને સ્ત્રીઓની સલામતી માટે ઉગ્ર રજૂઆત.
૩. ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઇ માટે તળાવ ભરવાની સ્થાનિકોની માંગ, નર્મદાનું પાણી પણ આવતું નથી તે માટે લોકોમાં ઉગ્ર રોષ.
૪. પ્રાથમિક શાળાઓમાં બાળકોને પીવાના પાણી અને સેનીટેશનની સુવિધાઓ મળી રહી નથી, વાલીઓમાં પોતાના બાળકોના સ્વાસ્થ્યને લઈને ઘેરી ચિંતા.
૫. પોલીસ અને પ્રશાસનની મિલીભગતથી જબરદસ્તીથી જમીન પર કબ્જા થઈ રહ્યા છે, કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા.
૬. દાળ, શાક, કરિયાણું, દૂધ વગેરે રોજિંદી વસ્તુઓના ભાવો આસમાને, મોંઘવારીથી પીડાતી જનતા, ગૃહિણીઓને માસિક બજેટમાં ઘર ચલાવવાની ચિંતા.
૭. પોલીસ દ્વારા લારી-ગલ્લાના નાના વેપારીઓને હેરાનગતિ, હપ્તારાજ ના લીધે વેપારીઓ ડરીને ધંધો કરવા મજબૂર.
૮. સીમ વિસ્તારમાં જ્યોતિગ્રામ યોજના અંતર્ગત વીજ જોડાણ આપવાની માંગ, સરકારી યોજનાઓનો લાભ પહોંચતો નથી.
૯. ST, OBC સમાજ દ્વારા સાંથણીની જમીન અને ઘરથાળના પ્લોટ મેળવવા માટે રજૂઆત.
૧૦. સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાં કામ કરતા રોજમદારો લઘુત્તમ વેતનથી વંચિત, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથામાં ભાજપના મળતીયાઓ દ્વારા થતું કર્મચારીઓનું શોષણ.
૧૧. ગ્રામ્ય વિસ્તારમાં પાકા રસ્તા ના હોવાથી રોજિંદા જીવનમાં સામાન્ય લોકોને પડી રહેલી મોટી અગવડ અને હાલાકી.
૧૨. સસ્તા અનાજની દુકાનોમાં વેચાણ વ્યવસ્થામાં ગેરરીતિની મોટી ફરીયાદો.
૧૩. વિધવા સહાય, વ્રુદ્ધ પેન્શન જેવી યોજનાઓમાં અનેક લોકો સહાયથી વંચિત, અનેકને અન્યાય.
૧૪. BPL યાદીના રી-સર્વે માટે લોકોની વારંવાર માંગણી, ગરીબોને મળનારી સહાયનો ગેરવહીવટ થઈને ખોટા લોકોના હાથમાં જતી હોવાની ફરિયાદ, સહિત અનેકવિધ મુદ્દાઓ પર સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી.
આ પ્રશ્નો ની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, જમીન માપણી, પોષણક્ષમ ભાવ, પેપરલીક, રોજગારી ની સમસ્યા બાબત પોતાની રજૂઆતો કરી હતી.
ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ૧લી મે ગુજરાતના સ્થાપના દિન થી, કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકે–તાલુકે, “ જનમંચ ” કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.
જનતાની અવાજને બુલંદ કરવા, “ જનમંચ ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભા થી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.
ખુબ મોટી સાંખ્યામા ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને શ્રી અમિતભાઇ ચાવડા ના આ જનલક્ષી અભિગમ ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત જનમંચ એ આપ્યો.
તલોદ જિ. સાબરકાંઠા, જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ પૂર્વ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર, જીલ્લા પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ડામોર અને શ્રી ભરતસિંહ મકવાણા, જીલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, વિધાનસભા ઉમેદવાર શ્રી બેચરસિંહ રાઠોડ, ઇડર વિધાનસભા ઉમેદવાર શ્રી રામભાઇ સોલંકી, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ જી ની સાથે સાથે જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારશ્રીઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ