Mon. Jan 19th, 2026
    Views 1959

    જન સમૃદ્ધિ ન્યૂઝ – અમદાવાદ .

    રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર મિત્રોને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ની ઓર્ગેનિક ખેતી નીતિ સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. લોકસભા માં અપાયેલ જવાબ મુજબ છેલ્લા ૬ વર્ષ માં ઓર્ગેનિક ખેતી ની જમીન માં એક ઇંચ નો પણ વધારો થયો નથી. ભાજપ સરકાર દ્વારા દર વર્ષે ઓર્ગેનિક ખેતી ના નામે બજેટ માં કરોડો ની જાહેરાત થાય છે પણ ગુજરાત ના ખેડૂતો ને પ્રોત્સાહિત કરવા માં નિષ્ફળ ગયા છે. સમગ્ર ગુજરાત માં આશરે ૯૬૦૦૦૦૦ હેક્ટર જમીન માં ખેતી થાય છે તેમાં માત્ર ૩૨૦૯૨.૫૧ હેક્ટર જમીન માં ઓર્ગેનિક ખેતી થઈ રહી છે. વર્ષ ૨૦૧૪- ૨૦૧૫ માં ૩૦,૦૯૨ હેક્ટર માં ઓર્ગેનિક ખેતી થતી હતી , તેમાં વર્ષ ૨૦૧૫-૨૦૧૬ માં ૨૦૦૦ હેક્ટર નો વધારો થયો. ત્યારબાદ ૨૦૧૬ થી ૨૦૨૨ સુધી માં ઓર્ગેનિક ખેતી ની જમીન માં એક ઇંચ નો પણ વધારો થયો નથી. કેન્દ્ર સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતી ને પ્રોત્સાહન આપવા માટે પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) ને લોન્ચ કરવા માં આવી હતી. ગુજરાત રાજ્ય માં પોતાની ઓર્ગેનિક ખેતી નીતિ ભૂતકાળમાં લાગુ કરવા માં આવી હતી, જે હાલમાં ખેડૂતો ને ઓર્ગેનિક ખેતી તરફ આકર્ષવા માં નિષ્ફળ ગયી છે. PKVY હેઠળ સમગ્ર દેશ માં ૧૦,૨૭,૮૬૫ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો છે, જ્યારે તે લીસ્ટ માં ગુજરાત ના એક પણ ખેડૂત નથી. શું ગુજરાત ના ખેડૂતો PKVY યોજના ના લાભાર્થી નથી? PKVY હેઠળ વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન દેશ માં ૮૧૮૪.૮૧ કરોડ રિલીઝ કરવા માં આવ્યા પણ ગુજરાત ને (૦) રૂપિયા આપવામાં આવ્યાં છે. લોકસભા ના જવાબ મુજબ PKVY હેઠળ છેલ્લા બે વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ માં ગુજરાત સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતી ના ખેડૂતો ને આકર્ષવા માટે કે પ્રોત્સાહિત કરવા એક પણ પૈસો વાપરવા માં આવ્યો નથી. ગુજરાત સરકાર આનન ફાનન માં મોટી જાહેરાતો તો કરી નાખે છે પણ અમલીકરણ માં મીંડું હોય છે. ગુજરાત સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતી યુનિવર્સિટી ની ૬ વર્ષ પેહલા જાહેરાત કરવા માં આવી હતી, તેમાં પણ માત્ર એક કોર્સ ચલાવવા માં આવી રહ્યો છે. ખેડૂત લક્ષી જાહેરાતોથી ખેડૂતોનું ભલુ નહીં થાય, સાચા અર્થમાં ખેડૂતો માટેની નીતિ નિયત સાથેના અમલીકરણથી જ શક્ય બની શકે છે. ગુજરાતની સરકારમાં ક્યાંક નિયત અને અમલીકરણ બેવમાં ખામી હોય તે આ વિગતો સ્પષ્ટ દર્શાવી રહી છે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *