News Channel of Gujarat

ભગવાન જગન્નાથજીની ૧૪૬ મી નીકળનારી રથયાત્રાને લઈને અમદાવાદ મહાનગર પાલિકા ખાતે એકતા સમિતિની મિટિંગ યોજાઈ…

Views: 3038
0 0
Spread the love

Read Time:4 Minute, 54 Second

આગામી અષાઢી સુદ બીજને તા.૨૦/૦૬/૨૦૨૩ને મંગળવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર-જમાલપુરથી પરંપરાગત ૧૪૬મી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળનાર છે. શહેરમાં શાંતિમય રીતે રથયાત્રા પસાર થાય તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે અમદાવાદ શહેર એકતા સમિતિની મિટીંગ આજરોજ તા.૦૯/૦૬/૨૦૨૩ને શુક્રવારના રોજ બપોરે ૦૩.00 વાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટે. કમિટી રુમમાં રાખવામાં આવેલ હતી.

જેમાં, માન. મેયરશ્રી કિરીટકુમાર પરમાર, માન. ડે. મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, માન. સ્ટે. કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, માન. નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, માન. દંડક શ્રી અરુણસિંહ રાજપૂત, જગન્નાથ મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ઝા, માન. ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસન, સંયુક્ત પોલીસ કમિશનર, વિશેષ શાખા, અમદાવાદ શહેર શ્રી અજયકુમાર ચૌધરી, અ.મ્યુ.કો.ના અધિકારીશ્રીઓ તેમજ અમદાવાદ શહેર એકતા કમિટીના સભ્યો ઉપસ્થિત રહેલ હતા.
૧૪૬મી રથયાત્રા અંગેની એકતા સમિતિની મીટીંગમાં હાજર સર્વેને આવકારી પોલીસ તંત્ર અને આપણા સૌના સહીયારા પ્રયાસથી શહેરમાં અસ્મીતાની ભવ્યતા જાળવી સદભાવના સાથે લોકોત્સવ બની રહે તેમજ લોક ઉત્સાહ અને રાષ્ટ્રીય ભાવના સાથે ઉજવાય તેવી શુભેચ્છા પાઠવતા માન. મેયરશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે, શહેરમાં ભાઈચારા અને કોમી એખલાસના વાતાવરણમાં સર્વધર્મ સમભાવની ભાવના સાથે રથયાત્રા – તાજીયાના જુલુસ, નાતાલ સહિત હિન્દુ, મુસ્લીમ, શીખ, ઈસાઈ વગેરે તમામ ધર્મના પર્વ અને ઉત્સવો શાંતિમય રીતે ઉજવાય છે તે જ આ શહેરની શાન છે.

રથયાત્રાના લોકોત્સવમાં જરુરી વ્યવસ્થા તંત્ર ગોઠવવા માટે પોલીસ તંત્ર સંનિષ્ઠ જવાબદારી નિભાવતું હોય છે તેની સાથે શહેર એકતા સમિતિના અને શાંતિ સમિતીના સભ્યો તેમજ તમામ ધર્મના આગેવાનો અને સામાજીક કાર્યકરો અને નાગરિકો દ્વારા પણ સહયોગથી હંમેશા પ્રયત્નો થતા રહ્યા છે અને જેનાથી આ શહેરનું ગૌરવ વધ્યુ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ રથયાત્રાના અંદાજીત ૧૪ કિ.મી.ના રુટ ઉપર રોડ-રસ્તા તથા ઝાડ ટ્રીમીંગના કામો કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરાંત, પાણીની પરબો, હેલોજન લાઈટો, ફાયર બ્રીગેડ સહિત વિવિધ સુવિધાઓ માટે મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા સંબંદધિત વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપી જરુરી તમામ આયોજન કરવામાં આવેલ છે.

સંયુક્ત પોલીસ કમિશનર, વિશેષ શાખા, અમદાવાદ શહેર શ્રી અજયકુમાર ચૌધરી દ્વારા પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાના સમગ્ર રુટ પર તેમજ શહેરમાં કરવામાં આવેલ તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન રજુ કરેલ.

વધુમાં, માન. મેયર શ્રી કિરીટભાઈ પરમાર અને માન. સ્ટે. કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા દરમ્યાન પૂરી પાડવામાં આવતી સેવાઓમાં કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહીં અને તે અંગેની ખાત્રી આપવામાં આવેલ હતી.

રથયાત્રાનો ધાર્મિક પ્રસંગ નાગરિકો ભક્તિભાવ સાથે લોકોત્સવ રીતે ઉજવણી કરે અને તેમાં સૌ સહયોગી બની રથયાત્રાના પર્વને સફળ બનાવે તેવી સૌ નગરજનોને હાર્દિક અપીલ કરતા સૌને તે દિશામાં ઉપયોગી સૂચન કરવા અને રથયાત્રાના પ્રસંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાંગણમાં સવારે યોજાતા પૂ. મહંતશ્રીના સ્વાગત સમારોહમાં પધારવા નિમંત્રણ પાઠવેલ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ભગવાન જગન્નાથજીની ૧૪૬ મી નીકળનારી રથયાત્રાને લઈને અમદાવાદ મહાનગર પાલિકા ખાતે એકતા સમિતિની મિટિંગ યોજાઈ…

Spread the love

You may have missed