Thu. Apr 16th, 2026
    Views 3757

    વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા – અમદાવાદ.

    અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના સાત ઝોનમાં ડી.વાય એમ.સી. હેલ્થ અને ઝોનના ડી.વાય.એમ.સી. ના માર્ગદર્શન હેઠળ ડે.હેલ્થ ઓફિસર તમામ ઝોન દ્વારા ઝોનલ કક્ષાએ અલગ અલગ ટીમ બનાવી બિનઆરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ કરતા એકમો વિરુદ્ધ જી.પી.એમ.સી. એક્ટ મુજબ કડક કાર્યવાહી હાથ ધરી, શહેરમાં કોઈપણ જાતની રોકટોક વગર વેચાણ થઈ રહેલા બિનઆરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરી, તંત્રની કાર્યપ્રણાલીની ઘોર બેદરકારી સામે આવી હોવાનો અહેસાસ જાગૃત નાગરિકો કરી રહ્યા છે.
    અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા એકમોએ આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવું અને આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં રાખવું ફરજીયાત છે તેમજ સરકારના ધારા ધોરણ મુજબ લાયસન્સ મેળવવું પણ ફરજીયાત છે. તેમ છતાં લાયસન્સ વિના અનેક એકમો ધમધમી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
    હેલ્થ વિભાગ દ્વારા તા. ૭-૬-૨૩ ના રોજ ૯ એકમોને સીલ માર્યા અને ૬૩ એકમો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    અમદાવાદમાં જો કોઈ એકમો બિનઆરોગ્યપ્રદ વેચાણ કરતા હોય તો ૧૫૫૩૦૩ ઉપર ફરિયાદ નોધાવી, શોર્ટ વિડિયો સાથે રાખવા જણાવેલ છે, જેથી કસુરદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં સરળતા રહે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *