AAPના પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે ખેડૂતોને કિસાન મહાપંચાયતમાં જોડાવા માટે અપીલ કરી.
ગુજરાતની 400 APMCમાંથી તમામ ખેડૂતો આ મહાપંચાયતમાં જોડાવાના છે : જયદીપસિંહ ચૌહાણ AAP
સુદામડા ગામ, લીંબડી વિધાનસભા (સુરેન્દ્રનગર) ખાતે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી ઉપસ્થિત રહેશે : જયદીપસિંહ ચૌહાણ AAP
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત જાણે છે કે બોટાદ માર્કેટ યાર્ડમાં ચેરમેનની રહેમ નજર હેઠળ અને ભાજપના ઈશારે લોકો કડદા કરી રહ્યા છે. તેથી આ જે કડદા કાંડ થયો છે એનું આંદોલન શાંતિપૂર્ણ રીતે ગાંધીજી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યું હતું ત્યારે પોલીસે ખેડૂતો પર દમન કર્યું હતું. 85 જેટલા ખેડૂતોની વિરુદ્ધ ખોટા કેસ કરવામાં આવ્યા હતા તેમજ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના આગેવાનોને તાનાશાહી સરકારના ઈશારે જેલના હવાલે કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ દિવાળી સુધી તેનો વિરોધ કર્યો હતો. હવે આ દમનના વિરોધમાં આમ આદમી પાર્ટી એક મોટો કાર્યક્રમ કરવા જઈ રહી છે.
જયદીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે બપોરે 1:00 વાગ્યે સુદામડા ગામ, લીંબડી વિધાનસભા (સુરેન્દ્રનગર) ખાતે આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયત નું આયોજન કર્યું છે. જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી પણ ઉપસ્થિત રહેવાના છે. ગુજરાતની 400 APMCમાંથી તમામ ખેડૂતો આ મહાપંચાયતમાં જોડાવા માટે આવવાના છે. હું ગુજરાતના તમામ ખેડૂતોને આ કિસાન મહાપંચાયતમાં જોડાવા માટે અપીલ કરું છું.
