Sun. Apr 19th, 2026
    અમદાવાદ મહાનગર પાલિકામાં પાંચ વર્ષમાં સ્ટ્રીટ લાઈટના મેઇન્ટનન્સ પાછળ ૧૧૯ કરોડનો માતબર ખર્ચ કરવા છતાં, સ્ટ્રીટ લાઇટની ૪,૭૦,૦૦૦ ફરિયાદો : શહેજાદખાન પઠાણ
    Views 284

    અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.

    અમદાવાદ શહેરના નગરજનોને અ. મ્યુ. કોર્પો. દ્વારા પ્રાથમિક જરૂરિયાત પુરી પાડવામાં આવે છે તેના બદલામાં તેઓ પાસેથી પ્રોપર્ટી ટેકસ વસુલ કરવામાં આવે છે. જેથી નગરજનોને પ્રાથમિક સુવિધા સુચારૂ રૂપે પુરી પાડવી તે તંત્ર તથા સત્તાધીશોની ફરજ બની જાય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી સત્તાધારી ભાજપના દ્વારા “અંધેરી નગરી અને ગંડુ રાજા” જેવો વહીવટ કરીને પ્રજાને પ્રાથમિક સુવિધાઓ બાબતે ફરિયાદો કરવી પડે તેનો લાંબા સમય સુધી નિકાલ ના આવે હાલમાં અમદાવાદ શહેરમાં હાલમાં સ્ટ્રીટલાઇટના ૨.૦૭,૧૬૩ લાખ પોલ, હાઈમાસ્ટ લાઈટના ૨૪૫ પોલ તથા બી.આર.ટી.એસ. કોરીડોરમાં ૬૦૦૦ એલ.ઈ.ડી. સ્ટીટ લાઈટના પોલ મળી કુલ ૨,૧૩,૪૦૮ જેટલા વિવિધ સ્ટ્રીટલાઈટના પોલ છે છેલ્લા પાંચ વર્ષમાં રૂા. ૧૧૯.૪૮ કરોડના ખર્ચે કુલ ૩૫૧૯૨ સ્ટ્રીટલાઈટના પોલ નાખવામાં આવ્યાં હતાં તેની સામે છેલ્લા પાંચ વર્ષમાં ૪,૭૮,૦૭૨ જેટલી મોટી સંખ્યામાં સ્ટ્રીટલાઈટ બંધ હોવા બાબતની ઓનલાઈન ફરિયાદો પ્રજાજનો દ્વારા કરવામાં આવેલ છે

    અમદાવાદ શહેરમાં સ્ટ્રીટલાઈટના મેઇન્ટેનન્સ માટે અગાઉ સીટેલુમ ઇન્ડીયા કું.ને કોન્ટ્રાકટ આપવામાં આવેલ હતો તે કોન્ટ્રાકટની સમયમર્યાદા ત્રણ માસ કરતાં વધુ સમય પહેલાં પુરી થઈ જવા પામેલ છે તે કોન્ટ્રાકટર દ્વારા વધુ સમય માટે કામ કરવા તૈયાર પણ નથી તેમ છતાં લાઈટ ડીર્પા દ્વારા નવું ટેન્ડર સમયસર બહાર પાડવાની કોઈ તજવીજ કરેલ નથી જેને કારણે સ્ટ્રીટલાઈટની ફરિયાદોનો ભરાવો થઈ જવા પામેલ છે જેને કારણે શહેરના મોટા ભાગના વિસ્તારો અંધકારમય થઈ જવા પામેલ છે જેને કારણે ચોરી લુંટફાટ તથા અકસ્માતો થવાના કિસ્સા દિનપ્રતિદિન વધવા પામેલ છે લાઇટ ડીર્પાની બેદરકારીને કારણે લોકો હેરાન પરેશાન થઈ જવા પામેલ છે.

    બી.આરની ગ પ્રજાજનો દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૪,૭૮,૦૭૨ જેટલી સ્ટ્રીટલાઈટ અંગેની ફરિયાદો મળે છે જેથી અંદાજે દર માસની ૭૯૮૦ જેટલી ઓન લાઈન ફરિયાદો પ્રજાજનો દ્વારા કરવામાં આવેલ છે. તેમાં ઓફ લાઈન ફરિયાદો ઉમેરતાં કેટલી ફરિયાદો હશે? સ્ટ્રીટલાઈટના પોલનું સમયાંતરે નિયમિત સુપરવીઝન તથા સ્ટ્રીટલાઈટ બંધ હોવા બાબતની ફરિયાદોનો તાકીદે નિકાલ નહી કરાતાં મ્યુ.કોર્પોનું લાઇટ ડીર્ષામાં અંધેર રાજ ચાલે છે થોડા સમય પહેલાં તત્કાલીન મ્યુ.કમિશ્રી દ્વારા તંત્રના અધિકારીઓને નિયમિત રાત્રી રાઉન્ડ લઈને સ્ટ્રીટલાઈટ બંધ હોવા બાબતે તપાસ કરી તેનો ઉકેલ લાવવા આદેશ આપેલ પરંતુ “શેઠની શિખામણ ઝાંપા સુધી” જેવી માન્યતા ધરાવતું તંત્ર મ્યુ.કમિશ્રીના આદેશની પણ અવગણના કરેલ હોય તેમ જણાય છે સ્ટ્રીટલાઇટો બંધ હોવાના કારણે મ્યુ.કોર્પો તથા પ્રજા બનેં બાજુથી પીડાય છે એક તરફ લાઇટના બીલનું ભારણ આવે છે બીજી તરફ અંધકારમય વાતાવરણમાં અકસ્માતો તથા ચોરી લુંટફાટ ના બનાવો વધવા પામે છે જેથી સ્ટ્રીટલાઈટ બંધ હોવા બાબતની સમસ્યાઓનો ત્વરીત નિકાલ આવે તે માટે યોગ્ય કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *