Sun. Apr 19th, 2026
    મકાન નં. ૮૦, દેરાસર વાળો ખાંચો, ઘાંચી ની પોળ ખાતેના બાંધકામમાં ગોપી નામના બિલ્ડરને ઘી કેળા…!
    Views 288

    બિલ્ડર અને વોર્ડ ઇન્સ્પેક્ટર ની મિલીભગતનો ઉત્તમ નમૂનો..! જાગૃત નાગરિક..

    અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં ફરજ પ્રત્યે એટલી હદે બેદરકારી દાખવવામાં આવે છે કે ના પૂછો ની વાત !

    મધ્ય ઝોનના ખાડિયા ૨ વોર્ડ ઇન્સ્પેક્ટરની ફરજ પ્રત્યેની બેદરકારીને કારણે ખાડિયા વિસ્તારમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો તેમજ રીપેરીંગની મંજૂરીના ઓથા હેઠળ શરતોનો ભંગ કરી… તેમજ મંજૂરીવાળા કાર્યરત બાંધકામોમાં રજા ચિઠ્ઠી લગાવ્યા વિના બાંધકામો પરિપૂર્ણ થઈ જાય છે. જે અંગે વોર્ડ ઇન્સ્પેક્ટરને ફરિયાદો કરવા છતાં, કાયદાનો અમલ કરતાં ન હોવાની ફરિયાદો ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ખાડિયાને કરવા છતાં આવા શરત ભંગ કાર્યરત બાંધકામોનો વાળ પણ વાંકો નાથાય તો સમજવું શું ?

    મકાન નં. ૮૦ માં, ઘાંચીની પોળમાં, દેરાસર વાળા ખાંચામાં ગોપી નામના ઈસમ દ્વારા આ બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળેલ છે, કહેવાય છે કે આ ઈસમ રાજકીય મોટી વગ ધરાવતો હોવાથી અને અધિકારીઓને સાચવતો હોવાથી આ ઈસમ ચાહે ગમે તેટલા ગે.કા. બાધકામો કરે.. કે મંજૂરીના ઓથા હેઠળ શરત ભંગ કરે.. ચાહે રેસીડેન્સીની મંજુરી મેળવ્યા પછી કોમર્શિયલ હેતુફેર કરે… તો પણ આ ઈસમ દ્વારા પરિપૂર્ણ થયેલ બાધકામોમાં તંત્ર દ્વારા ફક્ત નોટિસો આપવાનું નાટક જ વર્ષોથી ચાલી રહ્યું હોવાની ચર્ચા વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે…

    આ કાર્યરત બાધકામમાં આપ જોઈ શકો છો કે ક્યાંય રજા ચીઠ્ઠી જોવા મળતી નથી ! તો એનો મતલબ કે શું આ બાધકામ ગે.કા. થઈ રહ્યું છે ? જો આ બાધકામ માં મ્યું.કમિશનરનાં સર્ક્યુલરનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે તો જવાબદાર ખાડિયા ૨ વોર્ડ ઇન્સ્પેક્ટર પોતાની ફરજ શું નિભાવી રહ્યા છે ?

    ટી.પી. કમિટી દ્વારા ડે. એ. ઓફિસરને ઠપકા નોટિસ મળી તો પછી ખાડિયા ૨ વોર્ડ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી ક્યારે ? આવા અનેક સવાલો જાગૃત નાગરિકો કરી રહ્યા છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે ખાડિયા વોર્ડના આસી. મ્યુ. કમિશનર આ ખાડિયા વોર્ડ ઇન્સ્પેક્ટરને કાયદાના પાઠ ભણાવે ! તો ખાડિયા વિસ્તારમાં કદાચ ગે.કા. બાધકામો અટકે ! તેવું મનોમંથન કરતા હોવાનું જાણવા મળેલ છે…

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *