Fri. May 1st, 2026
    ખાડિયા-૨ વોર્ડ ઇન્સ્પેક્ટરના રાજમાં ઘાંચીની પોળના ગેરકાયદેસર બાંધકામો કરનારા માલિકો/બિલ્ડરોને લીલાલેર ! ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ફક્ત શોભાના ગાંઠીયા સમાન ! જાગૃત નાગરિકો..
    Views 180

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૭-૭-૨૦૨૫

    ખાડિયા-૨ વોર્ડમાં ઘાંચીની પોળમાં મોટાભાગના રેસીડેન્સી મકાનોમાં રીપેરીંગની મંજૂરીના ઓથા હેઠળ આવા પરિપૂર્ણ થયેલ મકાનોમાં હેતુફેર કરી… હાલમાં કોમર્શિયલ વપરાશ ચાલુ થયેલ છે તેમજ અમુક મકાનો તો સંપૂર્ણ ગેરકાયદેસર પરિપૂર્ણ થઈ.. હાલમાં વપરાશ ચાલુ થયેલ હોવાનું જાણવા મળેલ છે જે અંગે જાગૃત નાગરિકો દ્વારા અનેક લેખિત ફરિયાદો કરવા છતાં આ ભ્રષ્ટ તંત્રમાં કાયદાનો યોગ્ય અમલ જવાબદાર અધિકારી/ કર્મચારીઓ કરતા ન હોવાની ચોકાવનારી માહિતી જન સમૃદ્ધિ ન્યુઝ ને મળવા પામેલ છે.

    ખાડીયા ૨ વોર્ડમાં, ઘર નંબર ૮૨, દેરાસરવાળો ખાંચો, ઘાંચીની પોળ, ખાડીયા ખાતેના બાંધકામમાં જીપીએમસી એક્ટની કલમ મુજબ ૨૬૭ મુજબની તારીખ ૧૮-૬-૨૦૧૨ તથા ૧૧-૮-૨૦૨૧ ના રોજ સીલ મારેલ.. જે સીલ તોડી ફરીથી બાંધકામ ચાલુ કરાતા તારીખ ૨-૯-૨૦૨૧ ના રોજ પુનઃ શીલ કરવામાં આવેલ અને જણાવેલ કે તેમાં કોઈએ પ્રવેશ કરવો નહીં, કરવા દેવો નહીં, આ ગે.કા. બાંધકામ બંધ રાખવાનો હુકમ મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા કરવામાં આવેલ.. વધુમાં જણાવેલ કે આ સીલના હુકમની અવગણના કરી જો બાંધકામ કે વપરાશ ચાલુ રાખવામાં આવશે તો તેની સઘળી જવાબદારી બાંધકામ કરનાર / જમીન માલિકની રહેશે તથા તેની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇપીકો કલમ ૧૮૮ અનુસારની પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવેલ, પરંતુ અમદાવાદ મહાનગર પાલિકામાં એકવાર સેટીંગ થઈ ગયા પછી, ઘાંચીની પોળમાં આવા સીલ મરેલા અનેક બાંધકામો મ્યું. કમિશ્નર ની મંજૂરી વગર કાર્યરત થઈ ગયા છે ! તેમ છતાં કયા કારણોથી આ ઘાંચીની પોળના ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ ખાડિયા-૨ વોર્ડ ઇન્સ્પેક્ટર નજર સુદ્ધાં નાખવા તૈયાર નથી ! તેની તપાસ કરશે કોણ ?

    કહેવાય છે કે આ મસ મોટા ગેરકાયદેસર બાંધકામનું સીલ ખોલવા અને ફરીથી બાંધકામ ચાલુ કરી ! પરિપૂર્ણ કરી ! તેનો વપરાશ ન અટકાવવા બાબતે ખાડીયા-૨ વોર્ડ ઇસ્પેક્ટર સાથે સેટિંગ કર્યું હોવાથી આ બાંધકામના માલિક વિરુદ્ધ તથા ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કાયદાનો અમલ વોર્ડ ઇન્સ્પેક્ટર કરતા ન હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

    જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા અનેક વખત સજ્જડ પુરાવા સાથે ગેરકાયદેસર બાંધકામો બાબતે અનેક અહેવાલો પ્રસિદ્ધ કરવા છતાં જવાબદાર અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરના સર્ક્યુલરનો ભંગ કરે અને ખાતાના એચઓડી એવા ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર હાથ પર હાથ ધરી તમાશો જોયા કરે ! તો ચોક્કસ આ વાતમાં કંઈક રંધાઈ ગયું હોય તેવું વોર્ડ ઈન્સ્પેક્ટરની કાર્યપ્રણાલી ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે ! જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થયેથી ખાડિયા-૨ વોર્ડમાં જે જે બાંધકામોમાં રેસીડેન્સીની મંજૂરી મેળવી ગેરકાયદેસર કોમર્શિયલ વપરાશ થઈ રહ્યો છે તેવા અને સદંતર ગેરકાયદેસર બાંધકામો કાર્યરત છે તે તમામ બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવાના આદેશ મ્યુનિસિપલ કમિશનર બનછા નિધિ પાની દ્વારા આપવામાં આવે તેવી ઘાંચીની પોળના જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

    ઘાંચીની પોળમાં મકાન નંબર ૮૦, દેરાસર વાળા ખાચામાં ટૂંક સમયમાં રેસીડેન્સીની મંજૂરી મેળવેલ તે બાધકામ માં જે રજા ચિઠ્ઠી મેળવેલ હતી, તે રજાચિઠ્ઠીની શરતોનો ભંગ કરી, બાંધકામ પરિપૂર્ણ કરેલ છે ! અને ટૂંક સમયમાં આ બાંધકામમાં હેતુફેર કરી કોમર્શિયલ વપરાશ ચાલુ થવાનો હોવાની જન સમૃદ્ધિ ન્યુઝને માહિતી મળેલ છે જેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *