અમદાવાદ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર માર્ગો પરથી ટ્રાફિક પોલીસ સાથે સંયુક્ત ડ્રાઈવ કરી દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.
મેમ્કો ચાર રસ્તા થી નરોડા પાટીયા થી વિજયપાર્ક ત્રણ રસ્તા થી વિક્રમ પાર્ક ચાર રસ્તાથી ઠક્કરબાપાનગર, હિરાવાડી ચાર રસ્તા થી સુહાના સર્કલ, બાપુનગર ચાર રસ્તાથી ખોડીયનગર સુધી. થી મેમ્કો પરત તથા એરપોર્ટ સર્કલ થી ઇન્દીરા બ્રીજ થી કોતરપુર વોટર વર્ક્સ થી ટેઉરામ બ્રીજ થઈ નાના ચિલોડા સર્કલ.
ગોલ્ડન ટ્રાઈએન્ગલ થી સ્ટેડીયમ ચાર રસ્તાથી સ્વસ્તિક ચાર રસ્તાથી પંચવટી પાંચ રસ્તાથી પરિમલ ગાર્ડન થી અંડરપાસ સુધી – રેલ્વે લાઈન સુધીનો જાહેર રસ્તો,
જમાલપુર ફૂલ બજાર, apmc માર્કેટ, ગીતા મંદિર, સારંગપુર, કાલુપુર રેલવે સ્ટેશન, કાલુપુર ફૂટ માર્કેટ, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, શાહપુર મેટ્રો સ્ટેશન, ગાંધી bridge થી ઓફીસ ત્યાર બાદ ઓફિસ થી ભદ્ર પરિસર સ્ટેન્ડ બાય.
કેન્યુગ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા, શ્યામલ ચાર રસ્તાથી સર્કલ પી., પ્રહલાદ્નગર એસ.જી.હાઇવે. ઇસ્કોન સર્કલથી ઉજાલા સર્કલ સુધીનો એસ.જી.હાઇવે, વિશાલા સર્કલથી ઉજાલા સર્કલ સુધીનો હાઇવે
રામબાગ ઝોનલ ઓફીસ થી હીરાબાગ ચાર રસ્તા થી સુર્યનગર પોલીસ ચોકી થી ચંડોળા તળાવ સરક્યુલર રૂટ થી નારોલ સર્કલ અને બચુભાઈના કુવા રોડ, રામોલ વિસ્તારના જાહેર માર્ગો પરથી દબાણો દૂર કરીને લોખંડનું કાઉન્ટર/ છતવાળી /બંધ કવરવાળી લારી-૭૪, જાહેરાતના હોડિંગ્સ બોર્ડ બેનર્સ નંગ-૨૬૦, વાંસ/વળી/તાડપત્રી નંગ-૧૨૭ તથા અન્ય પરચુરણ માલ સામાન નંગ-૫૪૦ એમ મળીને કુલ-૧૦૦૧ જેટલો માલ સમાન જપ્ત કરેલ છે. વધુમાં, જાહેર રસ્તાની બાજુમાં બનાવેલ કાચા શેડ નંગ-૨૦ ખુલ્લા કરી દબાણ દુર કરવામાં આવેલ છે.
આમ, અ.મ્યુ.કો. વિસ્તારના જાહેર રસ્તા, ફુટપાથ ઉપર ટ્રાફિકને અડચણ થાય તે રીતે પાર્ક કરેલા વાહનો, દબાણ અને બિનઅધિકૃત જાહેરાત દુર કરવાની કાર્યવાહીના ભાગ રૂપે રૂ.૬૫,૦૦૦ /- (અંકે રૂપિયા પાસઠ હજાર પૂરા) વસુલ લીધેલ છે. આગામી દિવસોમાં પણ બિન-પરવાનગીના બાંધકામો, ટી.પી. રસ્તા/ ફૂટપાથ પરના દબાણો/ પાર્કિંગની જગ્યામાં થયેલ દબાણો દૂર કરવાની કામગીરી સઘન રીતે ચાલુ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે…