અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
વટવા પોલીસ સ્ટેશન પાર્ટ-એ- ગુરનં. ૧૧૧૯૧૦૩૮૨૫૦૪૦૩/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો દાખલ થયેલ છે. જે ગુનાના કામે ચોરીમા ગયેલ એક મેટ રેડ કલરનુ બર્ગમેન મોપેડ નંબર GJ-27-DZ-1472 નો જેનો એન્જીન નંબર AF217231963 તથા ચેસીસ નંબર- જેની કિ.રૂ. ૫૦,૦૦૦/- છે જે ઉપરોક્ત ગુનામાં ચોરીમાં થયેલ છે. આમ ઉપરોક્ત ગુનાના કામે ચોરીમાં ગયેલ મોપેડ સાથે આરોપીઓ (૧) મોહમદ સઇદ ઉર્ફે ભામટો સ/ઓ સલીમભાઇ જાતે શેખ રહેવાસી-બ્લોક નં.૨૨/૬૭૪ સંતોષનગર ચાર માળીયા બહેરામપુરા દાણીલીમડા અમદાવાદ શહેર તથા (૨) સાહિલ સ/ઓ ઇલીયાસભાઈ જાતે મલેક ઉ.વ.૨૦ રહેવાસી-બ્લોક નં.૧૮ ત્રીજો માળ સંતોષનગર ચાર માળીયા બહેરામપુરા દાણીલીમડા અમદાવાદ શહેરનાઓને આજરોજ તા.૧૧/૦૫/૨૦૨૫ ના કલાક ૧૬/૦૦ વાગે અમદાવાદ શહેર રિવરફ્રન્ટ જમાલપુર બ્રીજ નીચેથી પકડી લઈ તેઓની વિરુધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી વટવા પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ કરેલ છે.