Mon. May 25th, 2026
    ખાડિયા, ઘાંચીની પોળમાં અને માધુપુરા હઠીપુરાના ડેલામાં બી.પી.એમ.સી. એક્ટ નહિ પણ સેટિંગ ઍક્ટ અમલમાં..! જાગૃત પ્રજા…
    Views 273

    અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    ઇમ્પેક્ટ ફી ના કાયદા સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી, ગે.કા. બાંધકામો સામે અદાલતોએ કડક વલણ અપનાવવું જોઈએ તેવું જણાવેલ છે.

    અગાઉ હાઇકોર્ટ દ્વારા ખાડિયા વિસ્તારમાં કડક આદેશો આપીને રેસીડેન્સી વાળા હેતુફેર કરેલ કોમર્શિયલ બાંધકામો અને ગે.કા. બાંધકામોને સીલ મારી, યોગ્ય પુરાવા રજૂ કર્યા પછી સીલ ખોલવાના હતા, પરંતુ આ ગે.કા. બાંધકામોના માલિકો દ્વારા રાજકીય નેતાઓ, રાજકીય બિલ્ડરો અને જવાબદાર અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરી, એવો ખેલ ખેલ્યો કે હાલમાં કાયદાનો ભંગ કરી અને હાઇકોર્ટ ના આદેશની ઐસી કી તેસી કરી, મોટાભાગની મિલકતના સીલ ખુલી ગયા હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

    વધુમાં હાલમાં ખાડિયા વિસ્તારમાં આવેલ ઘર નં. ૮૦, સીટી સર્વે નં. ૧૦૭-૧૦૮, દેરાસર વાળો ખાંચો, ઘાંચીની પોળમાં રીપેરીંગની મંજૂરીના ઓથા હેઠળ શરતો અને કાયદાનો ભંગ કરી, બાધકામ પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે જેને ફોટોગ્રાફ સાથે અહેવાલ પ્રસિદ્ધ કરી બહેરા અને મૂંગા તંત્રને માહિતગાર કરવા છતાં કાયદાનો અમલ કરતા ન હોવા છતાં, મધ્ય ઝોનના ડે. મ્યુ. કમિશ્નર રમ્યકુમાર અને આસી. મ્યુ. કમિશ્નર હિતેષભાઇ ગજ્જર મૂકપ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યા છે, તેની જાણ મ્યું. કમિશ્નર બંછનિધી પાની ને હોવા છતાં આ બાધકામનો વાળ પણ વાકો ના થાય તો આખરે જાગૃત નાગરિક ફરિયાદ કોને કરવા જાય..

    બીજા અન્ય બાધકામમાં મુખ્ય મંત્રીને ઓનલાઇન ફરિયાદ કરીએ તો, મુખ્યમંત્રીને પણ ઉધાં ચશ્મા પહેરાવી રહ્યા હોવાથી, અરજદારને P. M. ગ્રીવન્સ વિભાગમાં ફરિયાદ કરવાની ફરજ પડેલ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.

    બીજું કે શાહીબાગ વોર્ડમાં પણ કુકરવાડા બેંકની પાછળ, હઠીપુરા ડેલામાં, અમરજસ કોમ્પલેક્ષ પાછળ, માધુપુરા ખાતે કૃષ્ણકાંત મોદી દ્વારા પ્રજાનો જે જાહેર રસ્તો હતો તેની ઉપર ગે.કા. કોમર્શિયલ ગોડાઉન બનાવી દીધું જે સંપૂર્ણ ગે.કા. છે તેમ છતાં આખે આખું પરિપૂર્ણ થઈ ગયું અને હવે જણાવે છે કે પોલીસ ખાતું બંદોબસ્ત આપતું નથી, કેવી રીતે તોડીએ…!

    આમ મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં વર્ષોથી નોટિસો અને પોલીસ બંદોસ્ત માટે પત્રો લખીને, બંદોબસ્ત નથી મળતો તેવા બહાના હેઠળ સ્થાનિક રાજકીય નેતાઓ અને વોર્ડ ઇન્સ્પેક્ટર અને ઉચ અધિકારીઓની ભ્રષ્ટાચારી નીતિને કારણે કાયદાનો અમલ થતો નથી..

    આ અંગેની રજૂઆત સ્થાનિક જાગૃત નાગરિકો ફરિયાદ રૂપે કરે તો તેમને યેનકેન પ્રકારે ખોટા ચીતરી, પોતાનો માર્ગ મોકળો કરી રહ્યા હોવાના ખેલ મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં ખેલાઈ રહ્યા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે ત્યારે…

    મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના જવાબદાર અધિકારીઓમાં જરાય પણ ફરજ પ્રત્યે જવાબદારી નીભાવવાની લાલસા બચી હોય, તો આ ઘાંચીની પોળના કાર્યરત બાંધકામો સામે અને માધુપુરા માં પરિપૂર્ણ થયેલ બાંધકામને તાકીદે સીલ કરી, તેને દૂર કરવાના આદેશ આપે.. તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે..

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *