Sun. Apr 12th, 2026
    અમદાવાદનો એસ.જી.હાઈવે બનશે આઈકોનિક રોડ, સનાથલથી ગાંધીનગર સુધી 30 કિમી રોડનું નવિનીકરણ થશેઃ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાણી
    Views 105

    જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ…

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટીનું આયોજન 5 ફેબ્રુઆરી 2026નાં ગુરુવારનાં રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેન શ્રી દેવાંગ દાણીએ અમદાવાદના એસ.જી હાઈવેના નવિનીકરણની વાત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે,આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદ મહાનગરમાં યોજાવવા માટે જઈ રહી છે અને દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ભારત સરકારના ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આજે અમદાવાદ હરણફાળ પ્રગતિ કરી છે અને વૈશ્વિક કક્ષાએ આ સિટીએ નામના મેળવી છે. અમદાવાદની ઓળખ સમાન એસ.જી હાઈવેને સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના જી-7 સર્કલ સુધીનો આખો રોડ ડેવલોપ કરવા માટેનો લગભગ 30 કિમીનો રોડ છે, જેને એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ જે રીતે આઈકોનિક રોડ બનાવવામાં આવ્યો એવી જ રીતે સનાથલથી ગાંધીનગર સુધીનો એસ.જી હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગુડા, ગાંધીનગર મહાનગરપાલિકાએ માટે આજના તાકીદના કામની અંદર યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા ડેવલોપ કરવામાં આવશે અને કન્સલટન્સીનો તમામ ખર્ચ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. પરિણામે આવનારા સમયગાળા દરમિયાન લેન્ડસ્કેપિંગ તદઉપરાંત વાત કરીએ તો ગઝીબો, ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો એવો નવતર 30 કિમીનો રોડ એસ.જી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે.

    ચેરમેનશ્રીએ પ્લોટ અંગે વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ટીપી ફાઈનલ થાય ત્યારે મહાનગરપાલિકાને સેલ્ફ ફોર કોમર્શિયલ અને સેલ્ફ ફોર રેસિડેન્સના પ્લોટ પ્રાપ્ત થતા હોય છે.આ પ્લોટ દ્વારા મહાનગરપાલિકાએ વિસ્તારના વિકાસના કામો આપણે સતત કરતા રહેતા હોય છે. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર અલગ-અલગ વિસ્તાર જેમ કે, મોટેરા હોય, ચાંદખેડા, નવા વાડજ, થલતેજ, બોડકદેવ આ વિસ્તારના પાંચ પ્લોટ ઓક્શન કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જેની બેઝ વેલ્યૂ રૂ.528 કરોડ જેટલી મૂકવામાં આવી છે.

    સ્માર્ટ ટોયલેટ વિશે વાત કરતા ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની અંદર અલગ-અલગ વિસ્તારમાં સ્માર્ટ ટોયલેટ ઉભા કરવામાં આવેલા છે. પરિણામે સિનિયર સિટીઝન લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. પરંતું, કેટલીકવાર જ્યારે છૂટા સિક્કા અંદર નાંખવાના હોય ત્યારે તકલીફ ઉભી થતી હોય છે. જેના પરિણામે QR કોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આમ, ટેક્નોલોજીના ઉપયોગથી કોઈન્સની માથાકૂટમાંથી છૂટકારો મળે એટલા માટે આવનારા સમયમાં મહાનગરપાલિકાના જેટલા પણ સ્માર્ટ ટોયલેટ છે ત્યાં QR કોડનો ઉપયોગ કરી શકાશે.

    આ ઉપરાંત સ્કૂલ બોર્ડનાં ચેરમેન શ્રી સુજય મહેતાએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર શ્રી પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેનશ્રી દેવાંગભાઇ દાણી અને આખી ટીમનાં પદાધિકારીઓએ ગયા વર્ષનાં બજેટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળાઓ માટે એક ખાસ જોગવાઇ કરી હતી. જેમાં શાળાનાં વિદ્યાર્થીઓને બૂટ આપવામાં આવશે. તે માટે ઝીરો બજેટ અંતર્ગત પાંચ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી. ગયા વર્ષે કરેલી આ જોગવાઇની જાહેરાતનું અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત આવતીકાલથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના 1,72,000 જેટલા વિદ્યાર્થીઓને સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેન શ્રી દેવાંગભાઇ દાણીનાં બજેટમાંથી ફાળવણી કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને પ્રથમ વખત બૂટ આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ યુનિફોર્મની સાથે એક જ પ્રકારનાં બૂટ પણ પહેરશે જેથી વિદ્યાર્થીઓ વચ્ચે યુનિફોર્મિટી જળવાશે. અગાઉ વિદ્યાર્થીઓ કોઇ ચંપલ તો કોઇ બૂટ કે પછી સ્લીપર પણ પહેરતાં જેથી યુનિફોર્મિટી જળવાતી ન હતી. તેમજ ગમે ત્યારે ચંપલ-સ્લીપર કાઢીને જો કોઇ જગ્યાએ ગંદકીમાં તેમનો પગ પડે તો તેમનાં સ્વાસ્થ્યને પણ નુકસાન થતું હતું. જેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને બૂટ આપવાનો નિર્ણય લેવાયો છે.

    વધુમાં શ્રી સુજય મહેતાએ જણાવ્યું કે, દૂધ સંજીવની યોજના અંતર્ગત પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાલ વિદ્યાર્થીઓને 250મિલી દૂધ અપાય છે. ત્યારે આપણા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને અલ્પાહાર આપવામાં આવે છે, તેમજ મિડ ડે મીલ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે. કોર્પોરેશન અને રાજ્ય સરકારનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓનાં ભણતરની સાથે તેમના સુપોષણ અને બાળકોનાં સ્વાસ્થ્યની પણ ચિંતા કરી તે માટેની યોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે.

    આ ઉપરાંત સ્કૂલ બોર્ડનાં ચેરમેનશ્રી સુજય મહેતાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અત્યારે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું છે. અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનની અંદર જે વિસ્તાર ભળી ગયેલો હતો એ વિસ્તારની અંદરની જે શાળાઓ છે તે શાળાઓને પણ કોર્પોરેશનની અંદર ભેળવવાનો અને સ્કૂલ બોર્ડ હસ્તક તેને એનું હસ્તાંતરિત કરવાનો એ ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની છ પ્રાથમિક શાળા ઘુમા પ્રાથમિક શાળા, બોપલ પ્રાથમિક શાળા, કઠવાડા પ્રાથમિક શાળા, બી.એલ. મહેતા, કઠવાડા મેઇજ પ્રાથમિક શાળા, ઝવેરી ડેરી ફાર્મ પ્રાથમિક શાળા અને હુડકો પ્રાથમિક શાળા આ છ શાળા અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક હતી, તે હવે 9 ફેબ્રુઆરીથી અમદાવાદ મ્યુનસિપલ સ્કૂલ બોર્ડ હસ્તક હસ્તાંતરિત કરવામાં આવી છે અને ગાંધીનગર જિલ્લા પંચાયતની ત્રણ પ્રાથમિક શાળા ચિલોડા બારૈયા કુમાર પ્રાથમિક શાળા, ચિલોડા બારૈયા કન્યા પ્રાથમિક શાળા અને ગોપાલનગર પ્રાથમિક શાળા એમ કુલ નવ જેટલી પ્રાથમિક શાળાઓને આપણા અમદાવાદ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ હસ્તાંતરિત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ અંતર્ગત થતી પ્રવૃત્તિઓમાં ટેકનોલોજીયુક્ત શિક્ષણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ સુવિધાયુક્ત શિક્ષણની સાથે અન્ય ફેસિલિટી પણ આપવામાં આવી છે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *