Thu. Apr 30th, 2026
    શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયનું રૂા. ૧૮ કરોડ ૩૯ લાખ ૦૯ હજારનું અંદાજપત્ર મંજૂર : મેયર પ્રતિભાબેન જૈન
    Views 194

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ…

    શેઠ મા.જે. પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ દ્વારા રૂા. ૧ કરોડ ૩૫ લાખના નવીન આયોજનો તેમાં સામેલ કરેલ છે.

    શેઠ મા.જે. પુસ્તકાલયનું ઓડિટોરીયમ સુવિધાસભર બનાવવા માટે રૂા.૫૦ લાખનું આયોજન.

    શાખા પુસ્તકાલય – હિમ્મતલાલ પાર્કમાં રીનોવેશન કરવા માટે રૂા. ૨૫ લાખનું આયોજન.

    મા.જે.પુસ્તકાલયના ઘુમ્મટમાં ગ્લાસ મોજેકથી પ્રતિકૃતિ ઉપસાવવા માટે રૂા. ૨૦ લાખનું આયોજન.

    સાહિત્યપ્રેમી નગરજનો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવા રૂા. ૨૦.૦૦ લાખનું આયોજન.

    શેઠ મા. જે. પુસ્તકાલયમાં માન. મેયરશ્રી પ્રતિભાબેન આર. જૈનની અધ્યક્ષતામાં આજરોજ મળેલ અંદાજપત્રની ખાસ સભામાં ગ્રંથપાલશ્રી ડો. બિપીન મોદીએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂા.૧૭ કરોડ ૦૧ લાખ ૦૯ હજારના રજૂ કરેલ ડ્રાફ્ટ અંદાજપત્રમાં રોઠ મા. જે. પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળના સભ્યશ્રીઓ દ્વારા અમદાવાદ મહાનગરના વિદ્યાર્થીઓ તેમજ સાહિત્યપ્રેમી કલારસિકોને ઉપયોગી થવાના હેતુથી રૂા.૧ કરોડ ૩૫ લાખના નવીન આયોજનો સામેલ કરી રૂ.૧૮ કરોડ ૩૯ લાખ of હજારનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવેલ છે.

    શેઠ મા.જે. પુસ્તકાલયના અંદાજપત્રની માહિતી આપતા માન. મેયરશ્રીએ જણાવ્યું હતું કે, સમયની માંગ અનુસાર પરિવર્તનની જરૂરિયાતને સંતોષવા માટે શેઠ મા.જે. પુસ્તકાલયના ઓડિટોરીયમને સુવિધાસભર બનાવવા માટે રૂા. ૫૦ લાખની અને શેઠ મા જે પુસ્તકાલયના એન્ટ્રન્સમાં આવેલ પુમ્મટમાં ગ્લાસ મોજેકથી મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ ઉપસાવવા માટે રૂા.૨૦ લાખનું આયોજન કરેલ છે. શેઠ મા.જે. પુસ્તકાલયમાં મોબાઈલ શેલ્વીંગ રેક સિસ્ટમ વસાવવા માટે રૂા. ૧૦ લાખનું તેમજ કેન્ટીન અને ગ્રીનરૂમ બનાવવા માટે પણ રૂા. ૧૦ લાખનું આયોજન કરવામાં આવેલ છે.

    શેઠ મા. જે. પુસ્તકાલય સંલગ્ન શાખા પુસ્તકાલય-હિમ્મતલાલ પાર્કમાં સિવીલ વર્ક, રીનોવેશન તેમજ રંગરોગાન કરાવવા માટે રૂા.૨૫ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. ગાંધીયુગના નવલકથાકારોમાં ગણનાપાત્ર અગ્રણી સાહિત્યકાર “ગુણવંતરાય આચાર્ય”ની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ કરવા માટે રૂ।.૦૨ લાખનું આયોજન કરવામાં આવેલ છે. ભારત દેશના બંધારણના અમલીકરણને ૭૫ વર્ષ પૂર્ણ થયેલ હોવાથી વિવિધ વયજૂથના નાગરીકો તેનાથી પરિચિત થાય તે માટે તેના અમૃતપર્વની ઉજવણી માટે રૂા.૦૩ લાખનું આયોજન કરવામાં આવેલ છે. મા.જે. પુસ્તકાલયમાં આવતા વાચકો નવીન સાહિત્યથી પરિચિત થાય અને વાંચન પ્રત્યે અહોભાવ જાગે તે માટે સાહિત્યપર્વની ઉજવણી કરવા માટે રૂા.૦૫ લાખનું આયોજન કરવામાં આવેલ છે. રોઠ મા.જે. પુસ્તકાલય શહેરની ઐતિહાસિક પરોહર સમાન છે. આ પુસ્તકાલયના પાયામાં પૂ.મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વિભૂતિઓનું યોગદાન સર્વ વિદિત છે. આ પુસ્તકાલયમાં ક્રમશઃ ટેકનોલોજીનો ઉપયોગ કરી આધુનિક સેવાઓ આપવામાં આવી રહી છે. મા.જે. પુસ્તકાલયની વિરાસત થી વિકાસગાથા આધારિત કાર્યક્રમોનું આયોજન કરવા માટે રૂા.૦૫ લાખનું આયોજન કરવામાં આવેલ છે. હાલના માન.પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વર્ષ-૨૦૧૦માં “વાંચે ગુજરાત અભિયાન’નું આયોજન કરવામાં આવેલ હતું તેના કારણે લોકોની વાંચનભૂખ વધેલ છે. ભારત સરકારના ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા તાજેતરમાં યોજેલ “ગ્રંથાલય સંવાદ” કાર્યક્રમમાં વાચકોની સંખ્યામાં ૩૦% નો વધારો કરવા સૂચન કરેલ છે, જેને વાંચે ગુજરાત ૨.૦ અભિયાન ગણી તેને સાર્થક કરવાનું આયોજન કરવા માટે રૂા.૦૫ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.

    વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં લઈ શાખા પુસ્તકાલયોને વાઈ-ફાઈથી સજજ કરવા માટે રૂ।. ૧૫ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. મા.જે. પુસ્તકાલયના ગૌરવવંતા પૂર્વ સભાસદો / વાચકોનું બહુમાન કરવા માટે રૂા.૦૫ લાખનું આયોજન કરવામાં આવેલ છે. પુસ્તકાલયમાં આવતી વિદ્યાર્થીનીઓમાં આરોગ્ય વિષયક જાગૃતતા આવે તે માટે મહિલા સશક્તિકરણ અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માટે રૂા.૦૨ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.

    શેઠ મા.જે. પુસ્તકાલયની અંદાજપત્રીય સભામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દેવાંગભાઈ દાણી, સ્કૂલબોર્ડ ચેરમેનશ્રી ડૉ. સુજય મહેતા, વિદ્વાન સભ્યશ્રી ફલજીભાઈ પટેલ, શ્રી જીગ્નેશભાઈ પંડયા તેમજ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *