Mon. May 4th, 2026
દરિયાપુર મસ્ટર ઓફિસમાં અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે કર્મચારીઓને લીલા લહેર…!
Views 219

વિષ્ણુ પ્રજાપતિ…અમદાવાદ…તા. ૧૫-૦૯-૨૦૨૫

અમદાવાદ મહાનગર પાલિકાના બાહોશ મ્યું. કમિશ્નર કર્મચારીઓ ઓફિસમાં બેસી, પ્રજાની સમસ્યાનો ત્વરિત નિકાલ લાવે… તે માટે અધિકારી કર્મચારીઓને ઓફિસમાં હાજર રહેવા માટે પરિપત્રો, સર્ક્યુલરો અને આદેશો કરી રહ્યા છે, પરંતુ આ આદેશોનું પાલન વોર્ડના ઉચ અધિકારીઓ કરાવી રહ્યા છે કે નહી ! તેની દેખરેખ ઝોનના ઉચ અધિકારીઓ લઈ રહ્યા નથી ! તેવી માહિતી જન સમૃદ્ધિ ન્યૂઝને મળવા પામેલ હતી..

જેથી જન સમૃદ્ધિ ન્યૂઝના તંત્રી વિષ્ણુ ભાઈ પ્રજાપતિએ મળેલ ફરિયાદના અનુસંધાને આજ રોજ તા. ૧૫-૯-૨૫ ને સવારે લગભગ ૮-૩૦ કલાકે દરિયાપુર મસ્ટર ઓફિસની મુલાકાત લેતા ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે જે આપ નિહાળી રહ્યા છો..

નાની ગટરની ફરિયાદ નિવારણ ઓફિસ આખી ખાલીખમ કોઈ કર્મચારી કે અધિકારી દેખાઈ આવતું નથી ! પૂછવામાં આવ્યું તો અહીંયા ક્યાંક બહાર ગયા હશે ? ખબર નથી ? તેવા જવાબો મળ્યા..!

દરિયાપુર વોર્ડના ઇજનેર વિભાગના જવાબદાર અધિકારી આસી. સીટી ઇજનેર રવિભાઈને ફોન કર્યો પરંતુ ફોન ઉપાડેલ ન હતો. ત્યાર પછી આસી. ઇજનેર દરજી સાહેબને ફોન કરતાં તેઓને ફરિયાદ કરતા તેઓએ જણાવેલ કે હું જોવડાવી લઉં છું..

ત્યારે સવાલ એ થાય છે કે વોર્ડમાં ફરિયાદોનો સમયસર નિકાલ થાય છે કે કેમ ? અને નથી થતો તો તેના માટે જવાબદાર કોણ ? કર્મચારી કે અધિકારી બહાર રાઉન્ડમાં છે કે અન્ય કામથી બહાર છે તો મૂવમેન્ટ રજીસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ ? આવા અનેક સવાલો જાગૃત નાગરિકો કરી રહ્યા છે ! તો પછી ઉચ અધિકારીઓ આ બાબતે શા માટે નિષ્ક્રિય છે ? તે તપાસનો વિષય બનવા જઈ રહ્યો છે !

માટે દરિયાપુર વોર્ડમાં સમયસર કર્મચારીઓ હાજર રહે અને પ્રજાની ફરિયાદનો સમયસર નિકાલ થાય તે જ આજના સમયની માંગ છે…!

દરિયાપુર ઓફિસમાં ચાલતી ગેરરીતિઓની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *