વિષ્ણુ પ્રજાપતિ દ્વારા… તા. ૧૮-૮-૨૫
અમદાવાદ મહાનગર પાલિકામાં કચરો એકત્રીત કરવા ડોર ટુ ડોર ની મોટી ગાડીઓ પોળોમાં પ્રવેશ ના કરી શકે તે માટે કોન્ટ્રાકટરો દ્વારા નાની હેન્ડ કાર્ટ લારીઓ પોળોમાં ફેરવીને કચરો એકત્રીત કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીમાં કોન્ટ્રાકટર અને જવાબદાર અધિકારીઓની મીલીભગતથી મહિને લાખો રૂપિયાનો ગેરવહીવટ કરી કોન્ટ્રાકટરોને આડકતરી રીતે મદદ કરી કોર્પોરેશનની તિજોરીને જવાબદાર અધિકારીઓ નુકશાન કરી રહ્યા હોવા છતાં ઉચ અધિકારીઓ મૂંગા અને આંખ બંધ રાખેલ વાંદરાંઓની જેમ કામગીરી કરી રહ્યા હોવાની જન સમૃદ્ધિ ન્યૂઝને માહિતી મળેલ છે.
દરિયાપુર વિસ્તારમાં હેન્ડ કાર્ટ ની લારીઓની કામગીરી સવાર પાળીમાં ૮૫ અને બપોર પાળી માં ૧૫ લારીઓ વોર્ડના પી.એચ.એસ. દ્વારા સર્ટિ. મેળવી ૮ કલાકની કામગીરી કરી હોવાના બિલ મંજૂર કરવામાં આવી રહ્યા છે…
જન સમૃદ્ધિ ન્યૂઝને મળેલી માહિતી મુજબ જે જે પોળોમાં આ લારીઓની કામગીરી ૮ કલાક કરવાની હોય છે તે લારીઓ મોટાભાગની પોળોમાં એક ટાઈમ પણ આવતી નથી ! અમુક પોળોમાં એક દિવસ આવે અને એક દિવસ ના આવે ! તેમ છતાં એક દિવસના ૮ કલાકની અને આખા મહિનાની કામગીરી કરી હોવાના મહિને લાખો – કરોડોના બિલો જવાબદાર અધિકારીઓ ચૂકવતા હોવાની ચોકાવનારી માહિતી મળેલ છે..
જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા દરિયાપુર વિસ્તારમાં ચાલતી ગેરરીતિઓનો પદ્દાફાશ કરવા માટે કોન્ટ્રાકટર દ્વારા જે જે પોળોમાં હેન્ડ કાર્ટ મૂકવામાં આવી છે, તે પોળોની મુલાકાત લઈ, આ હેન્ડ કાર્ટ રૂપી લારીઓ દરરોજ ૮ કલાકની કામગીરી કરે છે કે કેમ ? જો ૮ કલાક કામગીરી ના થતી હોય તો બિલ કેટલા કલાકની કામગીરીના ચૂકવાય છે ! તે તમામ હકીકતોની જાત તપાસ હાથ ધરી, તંત્રમાં ચાલતી ગેરરીતિનો પડદાફાશ હાથ ધરવાના પ્રયાસ હાથ ધરાશે..
ખરેખર આ તમામ હકીકતોની ખરાઇ ઝોનના ડે. મ્યું. કમિશ્નર અને ડે. ડાયરેક્ટરે કરવાની હોય છે ! પણ આ તપાસ થતી ન હોવાનું જાણવા મળેલ છે, તેથી આ ગેરરીતિ કોના ઇશારે ચલાવી લેવામાં આવે છે અને કોર્પોરેશનની તિજોરીને કોના ઇશારે નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે તેની તપાસ ડે. મ્યું. કમિશ્નર કરતા ન હોવાથી મ્યું. કમિશનર દ્વારા તપાસના આદેશ અપાય તેવી જાગૃત પ્રજા ની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.