Wed. Apr 22nd, 2026
    મ્યું. કમિશ્નરે બહાર પાડેલ એસઓપીની ઐસી કી તેસી કરતાં મધ્ય ઝોનના ડે. એસ્ટેટ ઓફિસર, આસી. મ્યુ. કમિશનર અને ડે. મ્યુ. કમિશ્નર..! તપાસ થવી અત્યંત જરૂરી..
    Views 212

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ..

    અમદાવાદ મહાનગર પાલિકાના નગર વિકાસ અધિકારી દ્વારા તારીખ ૨૮-૨-૨૩ ના રોજ મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મેળવી સરર્ક્યુલર નંબર ૧૫- ૨૦૨૨/૨૩ ના રોજ બિન પરવાનગીના બાંધકામો સંદર્ભે કાર્યવાહી કરવા અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) બહાર પાડી, આ સરર્ક્યુલરનો તાત્કાલિક અમલ કરવા જણાવેલ છે.

    જન સમૃદ્ધિ ન્યુઝને મળેલી માહિતી મુજબ અમદાવાદ મહાનગર પાલિકાના તમામ ઝોનોમાં લગભગ મ્યુનિસિપલ કમિશનરની એસ.ઓ.પી. પ્રમાણે કામગીરી થતી નથી ! કારણ કે જો આ એસ.ઓ.પી. થી કામગીરી થતી હોત ! તો ચોક્કસ બીન પરવાનગીના બાંધકામો અટકી જાય ! પરંતુ આ બિન પરવાનગીના બાંધકામો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા !

    કહેવાય છે કે મોટાભાગના જોનોમાં મ્યુનિસિપલ કમિશનરની એસઓપી પ્રમાણે… નોટીસોના દરેક તબક્કે સ્થળ સ્થિતિના ફોટોગ્રાફ લેવામાં આવતા નથી… બાંધકામને સીલ મારેલ હોય અને સીલ તોડવામાં આવે તો આઈપીસીની કલમ 188 મુજબ અમુક જગ્યાએ પત્ર પાઠવતા નથી તેમ જ ફરીથી સીલ પણ મારવામાં આવતું નથી… બિન પરવાનગીના બાંધકામવાળી જગ્યામાં પાણીના નળ ગટર કે વીજ કનેક્શન કાપવામાં આવતા નથી… ધંધાકીય હેતુ માટે વેચાણ અર્થે બનાવેલ બાંધકામોની યાદી તૈયાર કરવામાં આવતી નથી, કે જાહેર જનતા ખરીદે નહીં તે માટે ચેતવણી આપતી જાહેર નોટિસની પણ કાર્યવાહી હાથ ધરાતી નથી… બિન પરવાનગી ના બાંધકામો દૂર કરવા માટે સ્કીમ પ્રકારના તથા ધંધાકીય હેતુ માટે બનાવેલ અનઅધિકૃત બાંધકામો દૂર કરવા માટે પ્રથમ પ્રાથમિકતા આપેલ છે તેમ છતાં સર્ક્યુલર નો અમલ થતો નથી… પાર્કિંગ સ્પેસમાં કોમન પ્લોટ તેમજ અન્ય સંપૂર્ણ અનઅધિકૃત બાંધકામોને દૂર કરવા માટે પણ પ્રથમ પ્રાથમિકતા આપેલ હોવા છતાં અમલ થતો નથી…. વગર રજા ના બાંધકામો પ્રાયોરિટી મુજબ નક્કી કરવામાં આવતા નથી… પોલીસી યાદી પાઠવ્યા પછી ઇન્સ્પેક્ટર દ્વારા સમય મર્યાદામાં પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવામાં આવતો નથી… પોલીસ બંદોબસ્ત ફાળવવામાં ન આવે તો આસિસ્ટન્ટ ટીડીઓ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરતા નથી કે પોલીસ સ્ટેશન ખાતે થયેલ ચર્ચા/કાર્યવાહીની જાણ ડેપ્યુટી ટીડીઓને કરતા નથી… બિન પરવાનગી ના બાંધકામોમાં ત્રણથી વધુ વખત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં ન આવે તો ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવાનો હોય છે તેની ચર્ચા /કાર્યવાહીની જાણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કરવાની હોવા છતાં આવી કામગીરી થતી ન હોવાનું જાણવા મળેલ છે… પ્રાયોરિટીથી તોડવાના થતા બિન પરવાનગી ના બાંધકામો અન્વયે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઝોન કક્ષાએ પખવાડીક ધોરણે તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (યુડી) કક્ષાએ માસિક ધોરણે સમીક્ષા કરવાની હોય છે પરંતુ તે સમીક્ષા થાય છે કે નહીં તે તપાસનો વિષય હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે…

    ત્યારે આ ઉપરોક્ત સમગ્ર કામગીરીનો અમલ મધ્ય ઝોનમાં આ સર્ક્યુલર મુજબ થઈ રહ્યો છે કે નહીં ? તે કામગીરીની સત્યતા જાણવા માટે જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા (૧) વગર રજાના બાંધકામો દૂર કરવા અંગે પ્રાયોરિટી મુજબ નક્કી કરેલા બાંધકામોના બનાવેલ લિસ્ટની નકલ માંગેલ હતી (૨) સ્કીમ પ્રકારના બાંધકામો દૂર કરવા અંગે વારંવાર લખેલ પોલીસ યાદીની તૈયાર કરેલ વિગતોના ચાર્ટની નકલ માંગેલ હતી અને (૩) પ્રાયોરિટીથી તોડવાના થતા બિન પરવાનગીના બાંધકામો અન્વયે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મધ્ય ઝોન દ્વારા પખવાડિક ધોરણે હાથ ધરેલ સમીક્ષાની નકલો માંગેલ હતી…

    ત્યારે જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારી એવા ઝોનના એચઓડી અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે જવાબમાં જણાવેલ છે કે કોઈ ચોક્કસ સમયગાળો જણાવેલ નથી, માહિતી વિસ્તૃત પ્રકારની છે, માહિતી સંગ્રહિત રીતે ઉપલબ્ધ નથી તેવો ઉડાઉ અને ગોળ ગોળ જવાબ આપી, ફાઈલ ઉપરના કાગળો હોવા છતાં માહિતી નહીં આપીને, ઝોનમાં ચાલતી ગેરરીતી ઉજાગર ના થાય, તેવા હેતુથી માહિતી છુપાવી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.

    કહેવાય છે કે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને આ સરર્ક્યુલર મુજબ કાર્યવાહી કરવા બાબતે રજૂઆતો અને લેખિત ફરિયાદો કરવા છતાં ચોક્કસ કાર્યવાહી હાથ ધરાતી નથી ! આમ મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં ફક્ત નોટિસો આપી ! નોટીસોના ઓછા હેઠળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચારવામાં આવતો હોવાથી ! આવા અનેક સરર્ક્યુલરોની જવાબદાર અધિકારીઓ એવા વોર્ડ ઇસ્પેક્ટર, આસિસ્ટન્ટ ટીડીઓ, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઐસી કી તેસી કરી રહ્યા હોવાનો અહેસાસ જાગૃત નાગરિકો કરી રહ્યા છે.

    ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સર્ક્યુલરનો ભંગ કરનાર બેજવાબદાર કર્મચારી/અધિકારીઓ વિરુદ્ધ તાકીદે તપાસના આદેશ આપે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે…

    મધ્ય ઝોનમાં ૨૬૦(૨) ની વર્ષોથી આપેલ નોટિસો અને હાલમાં આપેલ નોટિસો આપ્યા પછી પણ.. આવા બિન પરવાનગીના બાંધકામો માં ભ્રષ્ટાચાર આચરેલ હોવાથી હાલમાં પણ અડીખમ ઊભા રહી કાર્યરત છે. તેવા બિન અધિકૃત બાધકામોની પૂરાવા અને ફોટોગ્રાફી સાથે વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *