વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૦૪-૦૮-૨૦૨૫
અમદાવાદ મહાનગર પાલિકામાં મોટાભાગની કચેરીઓ જેવીકે વિજિલન્સ વિભાગ, નાણાં ખાતું, ઈ ગવર્નન્સ વિભાગ, એસેસર એન્ડ ટેક્સ કલેકટર વિભાગ, આઇ.આર. ખાતું, એસ્ટેટ વિભાગ અને હેલ્થ વિભાગમાં ઘણા વર્ષોથી એકની એક જગ્યા ઉપર અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે, કહેવાય છે કે મલાઈદાર જગ્યા ઉપર ટકી રહેવા માટે અને મલાઈદાર જગ્યા મેળવવા માટે ભોગ ધરાવો એટલે મ્યું. કમિશ્નરે બદલીના કરેલા આદેશોને અને સ્ટેન્ડિંગ કમિટીએ બદલી અંગે કરેલા ઠરાવોને પણ જવાબદાર અધિકારીઓ ઘોળીને પી જતા હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે…
અમદાવાદ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ સેન્ટ્રલ ઓફિસ અને પબ્લિસીટી વિભાગ દ્વારા મ્યું. કમિશ્નરના કરેલા બદલીના હુકમો બાબતે સંયુક્ત મનમાની કરેલ હોવાની ઘટના સામે આવી છે.
પબ્લિસિટી વિભાગમાં છેલ્લા ૩ વર્ષથી ફાળવણીથી કામ કરતા હેડ ક્લાર્ક અંકિત શાહની મે મહિનામાં સેન્ટ્રલ ઓફિસમાં બદલી કરવામાં આવી હતી. પબ્લિસિટી વિભાગના અધિકારી દ્વારા અગમ્ય કારણોસર આ હેડ ક્લાર્કને તેઓની બદલીવાળી જગ્યાએ હાજર કરવા તૈયાર ન હોવાથી, પબ્લીસિટી વિભાગના ડે. મ્યુ. કમિશ્નરે બદલી રોકવા સેન્ટ્રલ ઓફિસમાં પત્ર લખેલ હોવાથી… આ પત્રને આધારે બદલી થયેલ કર્મચારીને નવી જગ્યા પર હાજર ન થવા દઈ, મ્યું. કમિશનરે કરેલ આદેશ પર રોક લગાવી હોવાનું સામે આવ્યું છે.
કહેવાય છે કે અમદાવાદ મહાનગર પાલિકામાં છાશ વારે નીત નવા કૌભાંડો બહાર આવે છે ! ત્યારે એ સમજાતું નથી કે વહીવટી પાંખ અને ચૂંટાયેલી રાજકીય પાંખ કેવા પ્રકારની કામગીરી કરી રહી છે ? અધિકારી, કર્મચારી તેમજ રાજકીય નેતાઓ ઉચ અધિકારીઓના આદેશોને પણ ઘોળીને પી જાય ! તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ન ધરાય ! તો સમજવું શું..?
એકની એક જગ્યા ઉપર વર્ષો થી બદલી ન થવી ? અને વર્ષો થવા છતાં મલાઈદાર પોસ્ટ ઉપર ટકી રહેનાર અધિકારી – કર્મચારીઓ ઉપર કોનાં આશીર્વાદ છે તેની તપાસ મ્યું. કમિશ્નર દ્વારા વિજિલન્સ તપાસના આદેશ આપે તો મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવે તો નવાઈ નહી..!
વર્ષોથી એકની એક જગ્યા ઉપર હોવા છતાં બદલી થતી ના હોય તેવા કયા કયા અધિકારી – કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ! તેની નામાવલી સાથે વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…