જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. પત્રકાર એકતા પરિષદ અમદાવાદ – ઉપપ્રમુખ….
અમદાવાદ મહાનગર પાલિકા ના દક્ષિણ પશ્ચિમ ઝોન ખાતે પત્રકારો સાથે કરાયેલ ગેરવર્તનથી પત્રકાર જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલ હતા અને પત્રકાર એકતા પરિષદ અમદાવાદના પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલને પત્રકારો તરફથી રજૂઆતો મળેલ હતી.
તેથી પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમ દ્વારા તા. ૧૯-૭-૨૦૨૫ ના રોજ અમદાવાદ મહાનગર પાલિકા કચેરી, દાણાપીઠ ખાતે અમદાવાદ મ્યું. કમિશ્નરને સિક્યોરિટી એજેન્સી સામે અને જે તે જવાબદાર બાઉન્સર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા માટે આવેદન પત્ર આપેલ હતું..
આ આવેદન પત્રને ધ્યાને લઇ મ્યું. કમિશ્નરના આદેશથી એસ્ટાબ્લિસ્મેન્ટ ઓફિસર દ્વારા તા. ૨૯-૦૭-૨૦૨૫ ના રોજ પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલને પત્ર પાઠવીને જણાવેલ છે કે સિક્યુરિટી બાઉન્સર દ્વારા પત્રકારો સાથે કરાયેલ ગેરવર્તણુકની ગંભીર ઘટના અંગે તાત્કાલિક અસર થી ગેરવર્તણુક કરનાર ૦૨ બાઉન્સર ગાર્ડને કામગીરી માંથી છૂટા કરેલ છે અને સદર કચેરીની વ્યવસ્થા સંભાળતી ૦૨ એજન્સીઓને રૂપિયા ૫૦,૦૦૦ + ૫૦,૦૦૦ એમ કુલ રૂપિયા ૧,૦૦,૦૦૦-૦૦ એક લાખ દંડ કરેલ હોવાનું જણાવેલ છે.
આમ પત્રકાર એકતા પરિષદ ની અમદાવાદની ટીમ દ્વારા પત્રકારો સાથે કરવામાં આવેલ ગેરવર્તણૂક અંગેની કરવામાં આવેલ ધારદાર રજૂઆતને ધ્યાને લઈ અમદાવાદ મ્યું. કમિશ્નર દ્વારા જે કડક કાર્યવાહી હાથ ધરેલ છે તે માટે પત્રકાર એકતા પરિષદ અમદાવાદના પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ અને સૌ હોદ્દેદારોએ કમિશ્નરનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ છે.