Thu. Apr 30th, 2026
    અમદાવાદ સ્માર્ટ સીટીમાં એ.એમ.ટી.એસ. બસ સેવા ખખડધજ હાલતમાં..! વિરોધપક્ષ નેતા..
    Views 200

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.

    સ્માર્ટ સીટીમાં એ.એમ.ટી. એસ. ની ભંગાર બસો નગરજનો દ્વારા કથળી ગયેલ પરિવહન સેવા છેલ્લા ૬ વર્ષમાં ૭૬૪૫૮ જેટલી બસો બ્રેકડાઉન એક વર્ષની સરેરાશ ૧૨૭૪૩ બસો અને રોજની અંદાજીત સરેરાશ ૫૦ બસો બ્રેકડાઉન અને કુલ ૧૪૫૬
    જેટલા અકસ્માતો અમદાવાદ શહેરના નાગરિકો એક સ્થળેથી બીજા સ્થળે ઓછા ખર્ચે અવરજવર કરી શકે તે માટે અ.મ્યુ.ટ્રા.સર્વિસ દ્વારા બસ સેવા પુરી પાડવાના સારા આશયથી પરિવહન સેવા શરૂ કરવામાં આવી પરંતુ હાલ નગરજનોને પુરી પાડવામાં આવતી એ.એમ.ટી.એસ.ની સેવાનું ધોરણ દિવસે દિવસે કથળતું જાય છે અને તેનો વહીવટ ખાડે ગયેલ છે જેના કારણે છેલ્લા ૬ વર્ષમાં કથળી ગયેલ પરિવહન સેવાને કારણે તેમજ બસોના યોગ્ય મેઈન્ટેન્નસના અભાવે ૭૯૪૫૮ બસોનું બ્રેકડાઉન થયેલ છે જેથી વર્ષની સરેરાશ ૧૨૭૪૩ બસો અને રોજની અંદાજીત સરેરાશ ૫૦ બસો બ્રેકડાઉન થયેલ હોય છે સાથે સાથે એ.એમ.ટી.એસ.ની તથા ખાનગી કોન્ટ્રાકટરોની બસો દ્વારા ૧૪૫૬ અકસ્માતો થયેલ છે જેમાં ખાનગી કોન્ટ્રાકટરોની બસો દ્વારા ૧૩૮૯ અકસ્માતો થવા પામેલ તેમાં એ.એમ.ટી.એસ. ની બસો દ્વારા ૧ તથા ખાનગી કોન્ટ્રાકટરોની બસો દ્વારા ૬૮ એમ કુલ ૬૯ વ્યક્તિઓના મૃત્યુ થયેલ છે અકસ્માત/મૃત્યુગ્રસ્તના પરિવારને યોગ્ય વળતર નહી ચૂકવાતા ૩૨૩ જેટલા કોર્ટ કેસો નાગરિકો દ્વારા કરવામાં આવેલ છે જેથી અ.મ્યુ.ટ્રૉ.સર્વિસ નગરજનો માટે “અમદાવાદ માથાભારે ટાંટિયાતોડ સર્વિસ’ સમાન બની ગઈ હોય તેવું જણાઈ રહયું છે સત્તાધારી ભાજપ દ્વારા એ.એમ.ટી. એસ. ની સેવા માત્ર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવા રાજકીય ઉપયોગ કરવામાં આવતો હોય બીજી બસો બ્રેકડાઉનને કારણે ડેપોમાં પડી રહે છે તેમ લાગી રહયું છે જેથી પ્રજાને પરિવહન સેવા કેવી રીતે પુરી પડાય છે? તે વિચારણા માંગી લે તેવી બાબત છે

    એ.એમ.ટી.એસ.તંત્રની નિષ્ફળતા તથા પ્રજાને પડતી હાલાકી તરફ જોવાની ચૂંટાયેલ સત્તાધારી પક્ષ ભા.જ.૫.ને ફુરસદ નથી માત્રને માત્ર પોતાના મળતીયા લો કોને કેમ લાભ આપી શકાય તે માટે જ પ્રયત્નશીલ હોય તેમ જણાઈ રહયું છે જે યોગ્ય નથી માટે આ માનસિકતામાંથી બહાર આવી એ.એમ.ટી. એસ. તંત્રનો વહીવટ સુધારવા બાબતે યોગ્ય કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *