અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
જન સમૃદ્ધિ ન્યૂઝને મળેલી માહિતી મુજબ સોમનાથ એન્ટરપ્રાઇઝ દ્વારા ધ ખેડબ્રહ્મા તાલુકા ફીસરીઝ કો ઓપરેટિવ સોસાયટીને ફ્લોટિંગ ફિશ કલ્ચર કેજ યુનિટ ઇન્સ્ટોલ કરી તેની રકમ 14 કરોડ 91 લાખ નું બિલ બનાવી રાજ્ય સરકાર પાસેથી તે રકમ મેળવેલી હતું.
જન સમૃદ્ધિ ન્યુઝને મળેલી માહિતી મુજબ આ સોમનાથ એન્ટરપ્રાઇઝ દ્વારા સ્ટેટ જીએસટીની ૩૫ લાખ રકમ અને સેન્ટ્રલ જીએસટીની ૩૫ લાખની રકમ એમ કુલ રકમ ૭૦ લાખ ની માતબર રકમ નો ટેક્સ ભરેલો છે તેવું બતાવેલ હતું. પરંતુ આ ટેકસ ભરેલ ન હોવાની ચોકાવનારી માહિતી મળેલ હતી.
જેથી જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા સેલ ટેક્સ કમિશનર શ્રી ગુજરાત રાજ્ય અમદાવાદને તારીખ ૧૦-૯-૨૪ ના રોજ સોમનાથ એન્ટરપ્રાઇઝ દ્વારા આ જીએસટી વસૂલ લીધેલ છે કે કેમ ? તેની તપાસ બાબતે ફરિયાદ કરેલ હતી.
પરંતુ આ ફરિયાદ કર્યા પછી કોઈ યોગ્ય પ્રતિસાદ ના મળતા તેમજ કરેલ આરટીઆઈનો પણ યોગ્ય જવાબ ના મળતા. અમો અરજદારે ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે બીજી અપીલ દાખલ કરેલ હતી જેની સુનાવણી તારીખ ૨૦-૬-૨૫ ના રોજ મુકરર કરેલ છે.
ત્યારે હવે એ જોવાનું રહ્યું કે જવાબદાર અધિકારીઓએ જે માહિતી નથી આપી ! તે આ સુનાવણી વખતે કેવા પ્રકારની માહિતી આપે છે તે જોવું રહ્યું.