Mon. Mar 9th, 2026
    વોર્ડ ઈન્સ્પેકટરોની બેદરકારીને કારણે ગે.કા. બાધકામો તોડવા માટે પોલીસ ખાતામાં ચૂકવવામાં આવતું પેમેન્ટ કેટલું વ્યાજબી ? જાગૃત નાગરિકો…
    Views 243

    અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં ગે.કા. બાધકામો થવાની શરૂઆત થાય, ત્યારથી જ તેને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અનેક સરક્યુલરો, પરિપત્રો અને આદેશો કરેલા છે સાથે સાથે હાઇકોર્ટ દ્વારા પણ આવા ગે.કા.બાધકામો ઉભા ના થાય તે માટે વારંવાર લાલ આંખ કરી..કડક કાર્યવાહી હાથ ધરવાના આદેશો પણ આપેલા છે. તેમ છતાં આ તમામ પરીપત્રો અને આદેશો કચરાના ઢગલા સમાન ગણવામાં આવતા હોવા જેવો ઘાટ એસ્ટેટ વિભાગોમાં જોવા મળતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

    એસ્ટેટ વિભાગોના જવાબદાર વોર્ડ ઈન્સ્પેકટરો, આસી. ટી. ડી. ઓ., અને ડે. એસ્ટેટ ઓફિસરો દ્વારા શરૂઆત થી ઉભા થતા ગે.કા. બાંધકામો અટકાવી શકેલ ન હોવાના અનેક પુરાવાઓ રેકર્ડ ઉપર ઉપલબ્ધ છે. કહેવાય છે કે જવાબદાર અધિકારીઓ દ્વારા પોતાના સ્વ. બચાવ માટે ફક્ત નોટિસો આપી, સીલ મારી, પોલીસ બંદોબસ્ત લખી.. પોતે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરેલ હોવાના પુરાવા ઉચ અધિકારીઓ સમક્ષ રજૂ કરે છે અને ઉચ અધિકારીઓ તેને માન્ય પણ ગણે છે.

    મ્યુ. કમિશ્નર દ્વારા ગે.કા. બાધકામો દૂર કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર થી લઈને એસ.આર.પી. ના જવાનો સુધીનો સ્ટાફ એસ્ટેટ ખાતાને ફાળવેલ છે તેમ છતાં પરિપૂર્ણ થયેલ ગે.કા. બાધકામોને દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત મેળવવા માટે પોલીસ ખાતામાં પેમેન્ટ ભરી રહ્યા હોવાની ચોકાવનારી માહિતી મળેલ છે.

    કહેવાય છે કે ફરજ પરના જવાબદાર અધિકારીઓની ફરજ પ્રત્યેની બેદરકારી ને કારણે પ્રજાના પરસેવાની જે ટેક્ષ રૂપી આવક થાય છે તેનો ખોટો વ્યય શા માટે ? ખરેખર ફરજ પ્રત્યે બેદરકારી જે જે અધિકારી – કર્મચારીએ કરી હોય તેઓ પાસેથી જ પોલીસ ખાતામાં પેમેન્ટ ભરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

    જોવા જઈએ તો અમ. મ્યુ. કોર્પો. માં એવી કાર્યપ્રણાલી ચાલી રહી છે કે કાયદાનો ભંગ કરશો… તો ફાયદામાં રહેશો..! એટલે જે એસ્ટેટ વિભાગના જવાબદાર અધિકારીઓ કાયદાનો ભંગ કરી રહ્યા છે તેમ છતાં તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના નામે મીંડું..! અને પ્રજાના ટેક્ષ ના પૈસાથી પોલીસ ખાતામાં પેમેન્ટ ભરી બંદોબસ્ત મેળવવાનો ? આ તે કેવી કાર્યપ્રણાલી…

    એસ્ટેટ વિભાગમાં ઝોન લેવલે ગે.કા. બાધકામોને છાવરવા અંગેની ગેરરીતી ખુલ્લેઆમ થઈ રહી છે ! તેમ છતાં ઝોન ના આસી. મ્યુ. કમિશ્નરો અને ડે. મ્યુ. કમિશ્નરો હાથ પર હાથ ધરીને બેસી રહ્યા હોવાની હૈયા વરાળ જાગૃત નાગરિકો કાઢી રહ્યા છે….

    ત્યારે હવે બાહોશ મ્યું. કમિશ્નર બંછાનિધી પાની આ તમામ ગેરરીતીઓની તપાસ વિજિલન્સ વિભાગને સોંપે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *